Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંભવિત અકસ્માતો રોકનાર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર
રાજકોટ તા. ૧૮: રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ૮ કર્મચારીઓને ડીઆરએમએ સન્માનિત કર્યા હતાં.
રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના ૮ કર્મચારીઓનું આજે રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર અશ્વિનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઈલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેકશન) અને ઈજનેરી વિભાગના કર્મચારીઓને ઓગસ્ટ-ર૦ર૪ મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં મનોજ મીણા (લોકો પાયલટ-ગુડસ, હાપા), મુકેશકુમાર (એરિયા ટ્રેનીંગ સેન્ટર, રાજકોટ-ઈન્ચાર્જ), સંજય મિશ્રા (સ્ટેશન માસ્ટર - ભાટિયા), બિનેશકુમાર (સ્ટેશન માસ્ટર-ભાટિયા), ગોવિંદ પ્રસાદ બૈરવા (સ્ટેશન માસ્ટર, ભાસ્કરપરા), રાહુલકુમાર પટેલ (ગેટમેન ગેટ નંબર ૬૯, એન્જિનિયરીંગ), મનીષકુમાર મીના સ્ટેશન માસ્ટર, જામવંથલી) અને દેવેન્દ્રસિંહ (સ્ટેશન માસ્તર, સિંધાવદર) નો સમાવેશ થાય છે.
રેલવે કર્મચારીઓએ ટ્રેકની નજીક ટ્રેનના વ્હીલનું સ્પાર્કીંગ જોવું, લેવલ ક્રોસિંગ ફાટક પર અસામાન્ય પરિસ્થિતિ જોવી, લેવલ ક્રોસિંગ રેલવે ફાટર પર રોડ વાહનનું અચાનક આગમન વગેરે બાબતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતાં. આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર આર.સી. મીણા અને સિનિયર ડિવિઝનલ ઈલેક્ટ્રિક એન્જિ. (ટ્રેકશન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial