Advertisement
Author: નોબત સમાચાર

હિઝ બુલ્લાહ પર પેજર્સ બોમ્બ એટેક પાછળ મોસાદનો હાથ?: લેબેનોનનો આક્ષેપ

પેજર્સ વિસ્ફોટમાં નવેક મોત થયા છે, અને હજારો લોકો ઘાયલ છેઃ ઈઝરાયલ પર આશંકા

નવી દિલ્હી તા. ૧૮: હિઝબુલ્લાહ પર પેજર્સ બોમ્બ એટેક પાછળ ઈઝરાયલની એજન્સી મોસાદનો હાથ હોવાની લેબેનોને આશંકા વ્યક્ત કરી છે. આ મુદ્દે વૈશ્વિક ચર્ચા જાગી છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ વચ્ચે લેબનોનમાં મંગળવારે હિઝબુલ્લાહના આતંકવાદીઓના પેજર્સમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થતા ૯ લોકોના મોત થયા છે. લગભગ એક કલાક સુધી પેજરમાં બ્લાસ્ટ થતા રહ્યા હતાં, જો કે હજુ મૃતકોનો આંક વધવાની શક્યતા છે. આ હુમલામાં ૩,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

લેબનોન સરકારે આ હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. લેબનોનમાં એક સાથે પેજરના શ્રેણીબદ્ધ વિસ્ફોટની આ ઘટના સંભવતઃ વિશ્વની પહેલી ઘટના છે. સીરિયામાં પણ આ જ પ્રકારના વિસ્ફોટમાં ૭ લોકોના મોત થયા છે. હવે સવાલ એ થાય છે કે, આ મોટા હુમલાનો માસ્ટર માઈન્ડ કોણ છે.

દાવો કરવામાં આવીરહ્યો છે કે ઈઝરાયેલી ગુપ્ત એજન્સી મોસાદે પાંચ મહિના પહેલા જ પેજરમાં વિસ્ફોટ ફીટ કરી દીધા હતાં. હવે આવી સ્થિતિમાં તાઈવાનની કંપનીની ભૂમિકા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. એમ અહેવાલ પ્રમાણે ઈઝરાયેલે હિજબુલ્લાહ વિરૂદ્ધ મોસાદના ગુપ્ત ઓપરેશન હેઠળ આ પેજર્સમાં વિસ્ફોટકો ફીટ કરી દીધા હતાં.

હિઝબુલ્લાહે તાઈવાનની 'ગોલ્ડ એપોલો' નામની કંપનીને લગભગ ૩૦૦૦ પેજરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ આ પેજરો લેબનોન પહોંચે તે પહેલા જ તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ પેજર આ વર્ષે એપ્રિલ અને મે વચ્ચે તાઈવાનથી લેબનોન મોકલવામાં આવ્યા હતાં. તેનાથી લાગે છે કે આ હુમલાના ષડ્યંત્રને ઘણાં મહિનાઓ પહેલા જ અંજામ આપી દેવામાં આવ્યો હતો.

અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, આ પેજર તાઈવાનની કંપનીના એપી૯ર૪ મોડલના હતાં. પેજરનો જે જથ્થો તાઈવાનથી લેબનોન મોકલવામાં આવ્યો હતો તેમાં દરેક પેજર પર એકથી બે ઔંસ વિસ્ફોટક લગાવવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકને પેજરમાં લાગેલી બેટરીની બાજુમાં લગાવવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે લેબનોનમાં બપોરે ૩-૩૦ વાગ્યે આ પેજર્સ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજે પેજરમાં લાગેલા વિસ્ફોટને એક્ટિવ કરી દીધા.

આ હુમલાથી ચર્ચામાં આવેલી તાઈવાનની ગોલ્ડ અપોલો કંપનીના ફાઉન્ડર અને ચેરમેન સુ ચિંગ કુઆંગએ કહ્યું કે જે પ્રોડક્ટમાં બ્લાસ્ટ થયો છે, તે અમારા ન હતાં. આ પ્રોડક્ટ માટે ફક્ત અમારી બ્રાન્ડના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે જવાબદાર કંપની છીએ, પરંતુ આ ઘટના ખૂબ જ શરમજનક છે. અમારી કંપનીના બ્રાન્ડનું નામ ઉપયોગ કરવાનો અધિકાર છે, જો કે તેઓએ આ કંપનીનું નામ જણાવ્યું નથી. આ વિચિત્ર પ્રકારની ચોખવટની પણ ચર્ચા થઈ રહી છે.

લેબેનોનની રાજધાની બેરૂત અને દક્ષિણ લેબેનોનના ઘણાં વિસ્તારોમાં વિશેષ રૂપે પૂર્વી બેકા વેલીમાં સ્થાનિક સમયાનુસાર બપોરે ૩-૩૦ વાગ્યે પેજરમાં સિરિયલ બ્લાસ્ટ થવાના શરૂ થયા. આ વિસ્તારોને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટ લગભગ એક કલાક સુધી થયા હતાં. દાનિયાહ વિસ્તારના સ્થાનિક વિસ્તારના લોકોનું કહેવું છે કે, તેમને લગભગ એક કલાક સુધી ધમાકાના અવાજો સંભળાતા હતાં.

ગત્ વર્ષે સાત ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલા પછી જ હિજબુલ્લાહના ટોચના નેતૃત્વએ પોતાના લોકોને કોમ્યુનિકેશન માટે મોબાઈલ અથવા ઈન્ટરનેટની બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. જેની પાછળનું કારણ છે કે, ઈઝરાયલની સેના અને મોસાદ સતત હિઝબુલ્લાના લોકોના લોકેશન ટ્રેક કરે છે. પેજરની વિશેષતા છે કે, તેના ઉપયોગથી લોકેશન ટ્રેક કરી શકાતું નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh