Advertisement
Author: નોબત સમાચાર

વીજ ધાંધીયા નિવારવા ખેડૂતોએ થાંભલે ચડવુ પડ્યું બોલો...! અનોખી જનભાગીદારી...!!

ખંભાળીયાના કેશોદ, ભીંડા, ઠાકર શેરડીમાં

ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા તાલુકાના કેશોદ, ભીંડા, ઠાકર શેરડી ગામોના ખેડૂતો વીજ ધાંધિયા નિવારવા થાંભલે ચડ્યા હતાં. તેમ છતાં વીજ પુરવઠો પૂર્વવત થયો નહીં હોવાની રાવ ઉઠી છે.

ખંભાળીયા તાલુકાના કેશોદ, ઠાકર શેરડી, ભીંડા વિગેરે ગામોમાં સતત આઠ દિવસની વીજળીનો પ્રશ્ન હોય, સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાના દાવા સામે માંડ બે કલાક તે પણ કટકે-કટકે આવતી હોય, ગઈકાલે વિશાળ સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને સબ સ્ટેશન પર હલ્લો કરવાના બદલે પીજીવીસીએલની ટૂકડીને બોલાવીને તેમની સાથે કામગીરીમાં જોડાઈને વીજ ધાંધિયા દૂર કરવા લોક ભાગીદારીનો અનોખો પ્રયોગ કર્યો હતો...!

કેશોદના ખીમા જેઠા ડેર તથા શેરડીના દિનેશભાઈ કણઝારીયા વિગેરેએ જણાવેલ કે, સતત આઠ દિવસથી વીજ ધાંધિયા રહેતા હોય, પાવર ચાલુ થવાના માત્ર અડધા કલાકમાં ફરી વીજ પુરવઠો ખોરવાય જતો હોય, ઢીલા વાયર ઝંપર બદલવા તથા ડાળીઓ, વૃક્ષો વાયર પર હોવાને લીધે આમ થતું હોવાનું બહાર આવતા ભીંડા, કેશોદ, ઠાકર શેરડી ગામોમાં ૧૫૦ જેટલા ખેડૂતો પીજીવીસીએલની ટીમને સાથે રાખીને વાયરને નડતરરૂપ ડાળીઓ કાપવા, જંપર બદલવા, વીજ વાયરો ખેંચવા વિગેરે કામોમાં જોડાયા હતાં તથા સવારથી સાંજ સુધી કામગીરી કરી હતી, જો કે, આમ છતાં હજુ આ પ્રશ્ન પૂરો હલ થયો નથી. ગઈકાલે રાત્રે પણ વારંવાર વીજ વિક્ષેપ થયો હતો તથા વીજ પુરવઠો ચાલી ગયો હતો અને ખેડૂતોને જાગરણ થઈ ગયું હતું...!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh