Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ઓપન એર થિયેટરમાં ત્રિ-દિવસીય મીરા મહોત્સવ : ખ્યાતનામ કલાકારો મચાવશે ધૂમ

સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

દ્વારકા તા. ૧૮: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત સંસ્થા સંગીત નાટક અકાદમી, દિલ્હી તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમે દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે આવેલ ઓપનએર થિયેટરમાં આગામી તા. ર૧,રર,ર૩ સપ્ટેમ્બર ર૦ર૪ દરમિયાન ત્રણ દિવસના મીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મહાન ભકત મીરાબાઈ પરપ મી વર્ષગાંઠ નિમિત્તે વૃંદાવનમાં આવો જ કાર્યક્રમ અગાઉ થયેલ ત્યારબાદનો કાર્યક્રમ દ્વારકામાં આયોજિત થવા થઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં ભકત મીરાબાઈ ઉપર નૃત્ય નાટિકા, મીરાબાઈના ભજનો, મીરાબાઈના જીવન પર નાટ્ય, જેવા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ કલાકારો જેવા કે શ્રી અનુપ જલોટા, લલીતાબેન ઘોડાદ્રા, શ્રીરામ ભારતીય કલા કેન્દ્ર- દિલ્હી, છત્તીસગઢના શ્રી મમતા આહર, મહારાષ્ટ્રના શ્રી અજય પોહાનકર, તામિલનાડુના શ્રી સિક્કલ ગુરૂચરણ, શ્રી હેમંતભાઈ ચૌહાણ જેવા કલાકારો દ્વારા શ્રી મીરાબાઈ પરની કૃતિઓ રજૂ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને તથા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેકના મુખ્ય મહેમાન પદે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન તા. ર૧ સપ્ટેમ્બર સાંજે ૭ વાગે સનસેટ પોઈન્ટ પાસે ઓપનએર થિયેટરમાં થનાર છે.

આ ત્રિ-દિવસીય સમારોહનું સંકલન અને કોરિયોગ્રાફી લતીપુરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અને તાજેતરમાં જ જેમને લોકનૃત્યનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થયેલ છે તેવા મહેન્દ્ર આણદાણી તથા ગૌરવ એવોર્ડ વિજેતા કોરિયોગ્રાફર શ્રી મયંક દવે, ગાંધીનગર કરનાર છે.

સંગીત નાટક અકાદમી, દિલ્હી દ્વારા કલારસિકોને આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh