Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયામાં સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત
જામનગર તા. ૧૮: જોડિયાની પ્રતિષ્ઠિત સામાજિક સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત યુ.પી. વ્યાસ કન્યાવિદ્યાલય જોડિયામાં તા.૧૩થી ૧૫ ત્રણ દિવસ માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટના બિનનિવાસી કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત સીપીઓ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભકામના સાથે કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો. પુષ્પગુચ્છ દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત કરાયું.
પીઈઆરએસ રાજપૂત દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ સ્વસુરક્ષા માટે હેલ્મેટનો ઉપયોગ કરવાનું મહત્ત્વ સમજાવી અન્ય વિદ્યાર્થીઓ અને ઘરના વડીલોને પણ હેલ્મેટનો ઉપયોગ કરી સ્વરક્ષાની ઝંંુબેશ કરવી જરૂરી તેમ આગ્રહપૂર્વક સમજાવ્યું હતું.
ઉપરાંત વિદ્યાર્થીઓને ત્રણ દિવસ માટે કંઈ કાર્ય કરે તેનો અનુભવ સાથે અહેવાલ આપે તેવી સૂચના આપેલ. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉત્તમ નાગરિક બની દેશની રક્ષા કાજે કાર્ય કરતા રહે તેવી શુભેચ્છાઓ સાથે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં ત્રણ દિવસના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બિનનિવાસી કેમ્પ કાર્યક્રમની રૂપરેખા સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી. અંતમાં શાળાના શિક્ષક અને સીપીઓ મમતાબેન જોષી દ્વારા આભાર દર્શન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મમતાબેન દ્વારા કરાયું હતું.
યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય, જોડિયાના પ્રાર્થના ખંડમાં યોજાયેલા ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જોડિયા પીઆઈ આર.એસ. રાજપૂત, સંસ્થાના સ્થાનિક ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, શાળાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા, હેડ કોન્સ. ચંપાબેન, કોન્સ. ભારતીબેન ચાવડા, કનુભાઈ ઝાપડા, સીપીઓ ગજેરા, સીપીઓ પ્રકાશભાઈ, સીપીઓ મમતાબેન જોષી, ડી.આઈ. દેવિકાબેન ખીમસુરીયા અને પોલીસ કેડેટ એવા સ્ટુડન્ટ સર્વે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial