Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ પ્રોટેક્શન એક્ટની માંગઃ
જામનગર તા. ૧૬ઃ જામનગરના એડવોકેટ પલેજાની ગયા બુધવારે કરાયેલી હત્યા પછી જામનગર વકીલ મંડળ દ્વારા રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. આજે બાઈક રેલીના સ્વરૂપે જઈ કલેકટર કચેરીએ વકીલ મિત્રોએ આવેદન રજૂ કર્યું છે. રાજસ્થાનના વકીલો માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરી દેવાયો છે ત્યારે ગુજરાતમાં તે કાયદો કેમ અમલમાં નથી લાવવામાં આવતો તેમ જામ નગર વકીલ મંડળે પૂછ્યું છે.
જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પલેજાની કુખ્યાત સાયચા ગેંગના પંદર શખ્સે નિપજાવેલી કરપીણ હત્યાના ઘેરા પડઘા પડ્યા છે. આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની માગણી સાથે જામનગર વકીલ મંડળે ઉગ્ર પ્રત્યાઘાત વ્યક્ત કર્યાે છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની પ્રબળ માગણી કરી છે.
આ માગણી અન્વયે આજે જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાના અધ્યક્ષસ્થાને બાઈક રેલી યોજવામાં આવી હતી. આજે બપોરે તમામ વકીલ મિત્રો કોર્ટ પાસે એકત્રીત થયા પછી બાઈકમાં સરૂ સેક્શન રોડ સ્થિત કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. જેમાં સંખ્યાબંધ વકીલ મિત્રો જોડાયા હતા. ગયા વર્ષે રાજસ્થાનની સરકારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કર્યાે છે ત્યારે ગુજરાતના વકીલોને આ કાયદાનું સંરક્ષણ કેમ આપવામાં આવી રહ્યું નથી? તેવો સવાલ જામનગર વકીલ મંડળે રજૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial0