Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં જવા પદયાત્રીઓનો પ્રવાહ શરૃઃ અનેક સ્થળે સેવા કેમ્પો થયા શરૂ

દરરોજ સંેકડો યાત્રિકો પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યા છે

ખંભાળીયા તા. ૧૬ઃ દ્વારકામાં આગામી હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જવાનો ખૂબ જ રીવાજ તથા મહત્ત્વ હોય ગુજરાતના ખુણેખુણેથી પદયાત્રીઓ જતાં હોય હોળી  નજીક આવતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થયો છે.

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પણ ભાવિકો હવે હોળી પહેલાં જ ગ્રુપમાં નીકળીને દર્શન કરવા જતા હોય રોજ પ૦-૧૦૦ વ્યક્તિના જુથ ગુજરાતના છેવાડાના વિસ્તારોથી જવા માંડ્યા છે.

ઢગલાબંધ સેવા કેમ્પો વિશાળ આયોજનો

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જનારા પદયાત્રીઓની સેવા માટે જામનગરથી છેક દ્વારકાની નજીક સુધી ઠેકઠેકાણે વિશાળ સેવા કેમ્પો તૈયાર થઈ ગયા છે.

પદયાત્રીઓની સેવા અમૂલ્ય લ્હાવો મનાતી હોય આ સેવાનો લાભ લેવા મોટી સંખ્યામાં સ્વયંસેવકો સાથે ચા-પાણી, નાસ્તો, ભોજન, પ્રસાદી, સેવા, મેડિકલ સારવાર સહિતની સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે.

ગત વખતે ઓછા કેમ્પોની સામે આ વખતે ખૂબ જ કેમ્પો થયા છે. ઠેર-ઠેર મંડપ બાંધીને યાત્રિકોને માટે છાંયડો, ભોજન, રાત્રિવાસની સેવા પણ શરૂ કરાઈ છે. સિંહણ, દાંતા, કુહાડીયા, સામોર, હંજડાપર, મેઘપર, ટીટોડી, વડત્રા,, ભાતેલ સહિતના સ્થળે તથા ખંભાળીયાની નજીકના અનેક વિસ્તારોમાં આવા સેવા કેમ્પો શરૂ થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh