Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા
નવી દિલ્હી તા. ૧૬ઃ લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે. પીએમએ આ પત્રમાં લખ્યું છે કે, મારા ૧૪૦ કરોડ પરિવારના સભ્યો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ સૌથી મોટો મૂડી લાભ છે. આ પત્રમાં પીએમએ તેમની સરકારની તમામ ઉપલબ્ધિઓ ગણાવી છે.
પત્રમાં તેઓએ વધુમાં લખ્યું છે કે, તમારી અને અમારી ભાગીદારી હવે એક દાયકા પૂર્ણ કરવા જઈ રહી છે. મારા પરિવારના સભ્યોના જીવનમાં જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે તે સરકાર દ્વારા ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનધોરણમાં સુધારો લાવવા અને દરેક નીતિ અને દરેક નિર્ણય દ્વારા તેમને સશક્ત બનાવવાના પ્રામાણિક પ્રયાસોના અર્થપૂર્ણ પરિણામો છે.