Advertisement
Author: નોબત સમાચાર

આઈએનએસઈ એન્ડ પીડબલ્યુએફ તથા ગુજરાત ઈન્ટુકની વર્કીંગ કમિટીની બેઠક સંપન્ન

કામદારોના હીત માટે અગત્યના નિર્ણયો લેવાયાઃ

જામનગર તા. ૧૬ઃ ઓલ ઈન્ડિયા ઈન્ટુક રાષ્ટ્રીય સેલેરી એમ્પ્લોય એન્ડ પ્રોફેશ્નલ વર્કર ફેડરેશન (આઈએનએસઈ એન્ડ પીડબલ્યુએફ) તથા ગુજરાત ઈન્ટુકની વર્કીંગ કમિટીની મિટીંગ તાજેતરમાં દ્વારકામાં યોજવામાં આવી હતી. જેમાં ફેડરેશનના પ્રમુખ ડો. એમ.પી. પદ્મનાથન, જનરલ સેક્રેટરી પીલ્લય, જોઈન્ટ સેક્રેટરી બીરેન આ ઉપરાંત કેરેલા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ફેડરેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત ઈન્ટુકના પ્રમુખ કોંગ્રેસના પ્રવકતા નૈષદ દેસાઈ, જનરલ સેક્રેટરી મણીભાઈ સોલંકી, ખજાનચી અમૃતલાલ પરમાર, મીડિયા સેલના રાકેશભાઈ, માર્ગટ આલ્વા સહિતના ગુજરાત ઈન્ટુકના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠકમાં સમગ્ર રાષ્ટ્રના સંગઠીત - અસંગઠીત કામદારોના હીત માટે અગત્યના નિર્ણયો લઈ ઠરાવો કરવામાં આવેલ અને કામદારોના પ્રશ્નો બાબતે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત ઈન્ટુકના પ્રમુખ નૈષદ દેસાઈએ હાલની કામદારોની પરિસ્થિતિ તથા કોન્ટ્રાક્ટ સીસ્ટમથી કામદારોના થતા શોષણ અંગે વક્તવ્ય આપ્યું હતું.

મજુર મહાજન સંઘ અને મજુર સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે આ મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠકને સફળ બનાવવા ઈન્ટુક સંલગ્ન યુનિયનોના પ્રતિનિધિઓ મજુર મહાજન સંઘ-રાજકોટના દિલીપભાઈ ઠાકર, રાજેશ જોષી, શૈલેષ લુણાવડીયા, લક્ષ્મણ નકુમ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh