Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણ્યું વાહન આગળ જતાં બાઈકને ઠોકર મારી થઈ ગયું પલાયનઃ
જામનગર તા.૧૬ઃ જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ પાસે ગઈકાલે રાત્રે દસેક વાગ્યે હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો છે. જેમાં એક અજાણ્યું વાહન આગળ જતા ડબલ સવારી બાઈકને ઠોકર મારી નાસી છૂટ્યું છે. પરપ્રાંતિય શ્રમિક જેવા લાગતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃૃત્યું થયું છે. જ્યારે પાછળ બેસેલા અન્ય યુવાનને પણ ગંભીર ઈજાઓ થઈ છે. તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દોડી ગયેલા પોલીસ કાફલાએ અકસ્માત સર્જી પલાયન થઈ ગયેલા વાહનની શોધ આરંભી છે.
જામનગરના લાલ૫ુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે આવેલા મોરકંડા ગામ પાસે ગઈરાત્રે દસેક વાગ્યે મધ્યપ્રદેશના પાસીંગનું એક ડબલસવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને કોઈ અજાણ્યા વાહને હડફેટે લઈ લીધુ હતું.
આ અકસ્માતમાં પોતાના બાઈક પરથી બે યુવાન ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જી અજાણ્યું વાહન ત્યાંથી પલાયન થઈ ગયું છે. કોઈ વાહનચાલકે પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બંને દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ એક યુવાન તેમાં મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. જ્યારે બીજા યુવાન બેભાન જણાઈ આવતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હિટ એન્ડ રનના બનાવની પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. લાલપુર બાયપાસથી ખીજડિયા બાયપાસ વચ્ચે મુકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરાના તેમજ ખાનગી સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial