Advertisement
Author: નોબત સમાચાર

ગડકરીએ રૂા. ૧૭૦૦ કરોડના ત્રણ મેગા પ્રોજેક્ટ તથા ૧૦ નવા જળમાર્ગોને રાતોરાત આપી મંજૂરી

ગઈકાલે મોડી રાત સુધી ધમધમતી રહી માર્ગ-પરિવહન મંત્રાલયની કચેરીઓઃ

નવી દિલ્હી તા. ૧૬ઃ ગઈકાલે મોડી રાત સુધી મંત્રાલય ચલાવીને કેન્દ્રિય મંત્રી ગડકરીએ કેટલાક પ્રોજેક્ટો રાતોરાત મંજુર કર્યા હોવાનું જાણવા મળે છે.

ચૂંટણી પંચ આજે (૧૬ મી માર્ચ શનિવાર) બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે, જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે કોઈપણ વિભાગ કોઈ નવા પ્રોજેક્ટને મંજુરી આપતું નથી. જો કંઈક જરૂરી હોય તો ચૂંટણી પંચની પરવાનગી મળ્યા પછી તેને લીલી ઝંડી આપવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, શુક્રવારે રાત્રે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઘણાં વિભાગોએ ઝડપી નિર્ણયો લીધા અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટને મંજુરી આપી.

અહેવાલ અનુસાર ગઈકાલે (શુક્રવાર) મોડી રાત સુધી નીતિન ગડકરીના માર્ગ પરિવહન મંત્રાલય અને એનએચએઆઈ હેઠળના વિભાગોમાં કામ ચાલુ હતું. આ દરમિયાન કેન્દ્રિય મંત્રી અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રૂા. ૧૭૦૦ કરોડના ત્રણ હાઈ-વે પ્રોજેક્ટને મંજુરી આપી છે. આ હાઈ-વે પ્રોજેક્ટ ગુજરાત, આસામ અને કર્ણાટક માટે છે. ઉપરાંત ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશના મહકાલેશ્વર મંદિર સુધી ૧૮૯ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર રોપવેને પણ મંજુરી આપવામાં આવી છે.

સૂત્રના જણાવ્યાનુસાર આદર્શ આચારસંહિતા લાગુ થતા પહેલા નિર્ધારિત લક્ષ્યાંકો પૂરા કરવાના હતાં. તેથી યોજનાઓને તાબડતોબ મંજૂરી આપવામાં આવી હતી. ચૂંટણીની તારીખો જાહેર થયા પછી નવા પ્રોજેક્ટને મંજુરી આપી શકાય નહીં. આ લક્ષ્ય હાંસલ કરવામાં અવરોધો પેદા કરશે.

કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપરાંત કેન્દ્રિય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે પણ આસામની બ્રહ્મપુત્રા નદી પર ૬૪પ કરોડ રૂપિયાના ૧૦ નવા જળમાર્ગોને મંજુરી આપી છે. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના સાગરમાલા કાર્યક્રમ હેઠળ કેન્દ્ર તરફથી ૧૦૦ ટકા ભંડોળ મળશે. તેવી જ રીતે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે રૂા. ૯રપ કરોડના પ્રોજેક્ટને મંજુરી આપી છે.

આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને સ્વચ્છ ભારત મિશન હેઠળ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને મંજુરી આપી છે. આદર્શ આચારસંહિતાના લાગુ થતા પહેલા સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે તે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ફોલ ટેક્સ ૩૦૦ રૂપિયા પ્રતિ ટન વધારીને ૪,૯૦૦ રૂપિયા પ્રતિ ટન કરશે. નવા દરો શનિવારથી લાગુ થશે. પહેલી માર્ચે સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ૩,૩૦૦ રૂપિયાથી વધારીને ૪,૬૦૦ રૂપિયા પ્રતિ ટન કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh