Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાજ્યના રાજપૂત સમાજની સંકલન સમિતિનું બે દિવસીય સ્નેહ મિલન

આ વર્ષે જામનગરમાં યોજાયું છે અગિયારમુ અધિવેશનઃ

જામનગર તા. ૧૬ઃ ગુજરાત રાજ્યની રાજ૫ૂત સમાજની વિવિધ સંસ્થાઓને એક છત્ર નીચે એકત્રિત કરી સમગ્ર રાજ્યના રાજપૂત સમાજના સર્વાંગી વિકાસ તેમજ સમાજને સ્પર્શતા શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ સહિતના પ્રશ્નો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કલાસ વગેરેના ઉત્થાન માટે સામાજિક અને રાજકીય વ્યક્તિઓના સહકારથી પ્રશ્નોના ઉકેલ લાવવા ૧૧ વર્ષ પહેલા ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનું આંકલન કરવામાં આવ્યું હતું.

સમિતિ દ્વારા દર વર્ષે અને છેલ્લા દસ વર્ષથી રાજ્યના જુદા જુદા જિલ્લામાં સ્નેહ મિલન યોજવામાં આવે છે તેમાં સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા અને વિચારણા કરી ઉકેલ માટે આયોજન ઘડી કઢાઈ છે. તે અંતર્ગત જામનગરમાં આજે તથા આવતીકાલે એટલે કે બે દિવસ માટે જિલ્લા પંચાયત કર્મચારીનગર, લાલપુર બાયપાસ પાસેમાં સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે.

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા (ડાડા)ના યજમાનપદે યોજાયેલા સંમેલનમાં સંકલન સમિતિના ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા (સુરત), મુખ્ય સલાહકાર વિક્રમસિંહ મહારાઉલ, કન્વીનર અને ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, સંસ્થાના મુખ્ય સંકલનકાર રમજુભા જાડેજા, જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા જયરાજસિંહ પરમાર, સંસ્થાના પૂર્વ ચેરમેન વિરમદેવસિંહ ચુડાસમા, જામનગર રાજપૂત સેવા સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા, નિવૃત્ત ટીડીઓ પ્રવીણસિંહ જાડેજા, નિવૃત્ત એસીએફ ઘનશ્યામસિંહ સોઢા, ભાજપના મહામંત્રી પ્રવીણસિંહ જાડેજા સહિતના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh