Advertisement
Author: નોબત સમાચાર

આઈપીએલના દ્વિતીય સત્રની મેચો યુએઈમાં રમાઈ શકે

લોકસભાની ચૂંટણીને લઈને ફેરફાર સંભવઃ

નવી દિલ્હી તા. ૧૬ઃ આઈપીએલ ર૦ર૪ ને લઈને ટુર્નામેન્ટનું સ્થળ બદલાઈ શકે છે. હવે બીજુ સત્ર યુએઈમાં યોજાય શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએલનું માત્ર ૧૭ દિવસનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું.

આઈપીએલ ર૦ર૪ ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટ આઈપીએલનું સ્થળ બદલાઈ શકે છે. આ લાખો ભારતીય ચાહકો, જેઓ લાઈવ મેચ જોવાની રાહ જોઈ રહ્યા હતાં તેમના માટે મોટો ઝટકો હોઈ શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએલ ર૦ર૪ નું સ્થળ બદલાઈ શકે છે.

બીસીસીઆઈના સૂત્રો મુજબ આ ટુર્નામેન્ટ રર માર્ચથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા ટુર્નામેન્ટનું આયોજન સ્થળ બદલાઈ શકે છે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએલનું માત્ર ૧૭ દિવસનું શેડ્યુલ જાહેર કરવામાં આપ્યુ છે. ખાસ વાત છે કે આમાંથી એક પણ મેચ દિલ્હીમાં યોજાવાની ન હતી. આજે સાંજે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, આઈપીએલના બીજા સત્રનું સ્થળ બદલાઈ શકે છે. આઈપીએલનું બીજુ સત્ર ૭ એપ્રિલ પછી રમાશે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સત્ર ભારતમાં નહીં, પરંતુ યુએઈમાં રમાઈ શકે છે.

બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આઈપીએલના પ્રથમ હાફના શેડ્યુલમાં કુલ ર૧ મેચો યોજાવા જઈ રહી છે. આ સત્રની છેલ્લી મેચ ૭ એપ્રિલે લાખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. આ પછી આ ટુર્નામેન્ટ યુએઈમાં રમાઈ શકે છે. વર્ષ ર૦ર૦ માં પણ કોરોનાના કારણે આઈપીએલનું આયોજન ભારતમાં થયું ન હતું, પરંતુ આ ટુર્નામેન્ટનું આયોજન યુએઈમાં કરવામાં કરવામાં આવ્યું હતું. આ સિઝનમાં આઈપીએલ મેચો ૩ મેદાનો પર યોજાઈ હતી. જેમાં દુબઈ, અબુ ધાબી અને શારજાહનો સમાવેશ થયો હોવાનું મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બીસીસીઆઈ એ ખેલાડીઓના પાસપોર્ટ પણ માંગ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આઈપીએલનું બીજુ સત્ર ભારતમાં યોજાશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh