Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં તેલના વેપારીને ફટકારાઈ અઢાર મહિનાની કેદસજા

રૂા.૩ લાખ ૧૭ હજાર વળતરપેટે ચૂકવવા આદેશઃ

જામનગર તા. ૧૬ઃ જામનગરના ધુડશીયા ગામના ઓઈલ મીલરે રૂા.૩ લાખ ૧૭ હજારના ચેક પરતની એક વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે તેલના વેપારીને અઢાર મહિનાની કેદની સજા અને દંડનો હુકમ કર્યાે છે.

જામનગર તાલુકાના ધુડશીયા ગામે રહેતા અને મીની ઓઈલ મીલ ધરાવતા સંજયભાઈ બચુભાઈ માધાણી પાસેથી નિલેશભાઈ બાબુભાઈ બાવસીયા નામના તેલના વેપારીએ રૂા.૩,૧૭,૦૦૦ હાથઉછીના લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે નિલેશે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો.

આ બાબતની નોટીસ અપાયા છતાં બાકી રકમ નહીં ચૂકવાતા સંજયભાઈએ નેગો. ઈન્સ્ટ્રુ એક્ટની કલમ-૧૩૮ મુજબ જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી નિલેશ બાબુભાઈ બાવસીયાને તક્સીરવાન ઠરાવી ૧૮ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનું વળતર ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. રકમ ચૂકવવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh