Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં પહેલા જ તીવ્ર અસંતોષ સપાટી પરઃ નારાજ નેતાઓના રાજીનામા
નવી દિલ્હી તા. ૧૬ઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓએ વિદ્રોહ કરતા ખળભળાટ મચી ગયો છે.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપસિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે, અજય પ્રતાપસિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતાં. અજય પ્રતાપસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ભાજપે મધ્યપ્રદેશની તમામ ર૯ લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી. સીધીમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અજય પ્રતાપસિંહે પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે, 'હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.' તેમના રાજીનામા પછી હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સીધીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે, જો કે તેણે કહ્યું કે તેણે હજુ સુધી ભવિષ્ય અંગે કંઈ નક્કી કર્યું નથી.
નોંધનિય છે કે, અજય પ્રતાપસિંહ સહિત ચાર રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ ર એપ્રિલ ર૦ર૪ ના સમાપ્ત થઈ રહ્યો છે. આ બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે.
તે ઉપરાંત તેલંગાણામાં પણ પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હૈદરાબાદના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેમના દીકરા સાથે અને ઓલ ઈન્ડિયા કોગ્રેસ કમિટી ના સ્ટેટ ઈન્ચાર્જ દીપા દાસ મુનશીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં.
જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર પણ ટ્વિટર પર શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં મજબૂત સ્થિતિમાં છે, જ્યારે ભાજપની સ્થિતિ દક્ષિણના રાજ્યોમાં એટલી સારી નથી. આવી સ્થિતિમાં ભાજપના પૂર્વ સાંસદનું પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાવું પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બીઆરએસ અને બીજેપીને હરાવીને રાજ્યમા સત્તા કબ્જે કરી હતી.
કર્ણાટકમાં પણ ભાજપના વરિષ્ઠ નેતા કે એસ. ઈશ્વરપ્પાએ શુક્રવારે ૧પ માર્ચે આગામી લોકસભા ચૂંટણીમાં શિમોગા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ નિર્ણય પોતાના પુત્ર કાંતેશને હાવેરી મતવિસ્તારથી ટિકિટ ન આપવાના કારણે લીધો છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે.
ઈશ્વરપ્પાએ કાંતેશને ટિકિટ ન મળવા બદલ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુપ્પાને દોષી ઠેરવ્યા. ભાજપે યેદિયુરપ્પાના પુત્ર બીઆઈ રાઘવેન્દ્રને શિમોગાથી ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકમાં ભાજપ સામે વિદ્રોહનું એલાન કરતા કહ્યું, હું શિમોગા લોકસભા વિસ્તારથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. કર્ણાટકમાં ભાજપને ઊભુ કરવા અને ફરી તેને મજબૂત કરવાનું ક્રેડિટ ઈશ્વરપ્પા, યેદિયુરપ્પા અને દિવંગત એચએન અનંત કુમારને આપવામાં આવે છે.
તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભાજપના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય યેદિયુરપ્પાએ તેમના પુત્રને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેમની જીત માટે પ્રચાર કરવાનું વચન પણ આપ્યું હતું હવે તેમણે તેમને દગો આપ્યો છે.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપનું રાજ્ય એકદમ યેદિયુરપ્પા પરિવારના ચુંગાલમાં છે. તેમનો એક પુત્ર સાંસદ છે અને બીજો પુત્ર ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ છે. આ દરમિયાન ઈશ્વરાપાએ વારંવાર એ વાત પર જોર આપ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધી નથી. તેમણે કહ્યું કે ભલે મારો જીવ જતો રહે. હું નરેન્દ્ર મોદી વિરુદ્ધ જઈશ નહીં. જો મારી છાતી ચીરીને જોશો તો એક તરફ ભગવાન રામ હશે અને બીજી તરફ મોદી હશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial