Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંધારણીય કલમ-૧૪, રપ અને ર૧૭ નું ઉલ્લંઘન થયાનો આક્ષેપઃ
નવી દિલ્હી તા. ૧૬ઃ નાગરિક્તા સુધારા કાયદાને ઓવૈસીએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે અને બંધારણ વિરૂદ્ધ ગણાવી તેના પર રોક લગાવવાની માંગ કરી છે.
નાગરિક્તા સુધારા કાયદા વિરૂદ્ધ એઆઈએમઆઈએમના પ્રમુખ અસરૂદ્દીન ઓવૈસી પણ સુપ્રિમ કોર્ટ પહોંચી ગયા છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે, સીએએ કાયદો બંધારણની મૂળ ભાવનાથી વિરૂદ્ધ છે. તે કલમ ૧૪, રપ અને ર૧ નું ઉલ્લંઘન કરે છે એટલા માટે જ્યાં સુધી સુનાવણી પતી ન જાય ત્યાં સુધી આ કાયદાના અમલ પર રોક લગાવવામાં આવે.
અસરૂદ્દીન ઓવૈસીએ સીએએને મુસ્લિમો વિરૂદ્ધ કાવતરૂ ગણાવતા તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટમાં સીએએ પર રોક લગાવવાની માગ કરતી લગભગ ર૦૦ થી વધુ અરજીઓ કરવામાં આવી છે અને આ મામલે સુપ્રિમ કોર્ટે આગામી ૧૯ માર્ચે સુનાવણી કરવાની તૈયારી બતાવી છે. ઓવૈસીએ માગ કરી હતી કે સીએએની કલમ ૬બી હેઠળ સરકાર કોઈને પણ નાગરિક્તા ન આપે.
ઉલ્લેખનિય છે કે, નાગરિક્તા સુધારા કાયદો ર૦૧૯ માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જો કે તે પાસ થતાં જ દેશભરમાં દેખાવો થતાં કેન્દ્ર સરકારે ત્યારે કાયદાનો અમલ અટકાવી દીધો હતો, જો કે હવે તેને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી ર૦ર૪ ના ટાણે નોટીફિકેશન જાહેર કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial