Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬ઃ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનો સચિવ હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ જામનગર બ્રાન્ચ દ્વારા હાર્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા હાર્ટ ઈન્સ્ટીટ્યુટ (કાર્ડીયોલોજીક યુનિટ) શારદા હોસ્પિટલના મેડિકલ ઓફિસર શ્રી નિમાવત, ડો. જાનવી, ડો. સત્યમ જોષી અને તેની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેનો ૯૦ સ્ટાફ સભ્યોએ લાભ લીધો હતો. બ્રાન્ચ સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ સોઢા, મંડલ અધ્યક્ષ હિમાંશુ જાદવ, બ્રાન્ચ ચેરમેન કમલનયન પંડ્યા, બ્રાન્ચ સેક્રેટરી જીતેન્દ્રકુમાર, હાપા બ્રાન્ચ ચેરમેન એ.બી. સરવૈયા, જામનગરના એસ.એસ. અજ્ય કુમાર, અમીત ભાર્ગવ, એન.જે. મહેતા, જે.બી. જાડેજા, જયદેવ ભટ્ટ, પવનકુમાર દિલીપભાઈ, હાપા રેલવે હોસ્પિટલના નર્સીંગ સ્ટાફ, સુપ્રિ. સરવૈયા વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial