Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીકર પોલિસી કેસમાં
નવી દિલ્હી તા. ૧૬ઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. દલીલો શરૂ થતા જ તેને જામીન મળી ગયા હતાં. તેમને રૂા. ૧પ,૦૦૦ ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
આ મામલો ઈડીની અરજી સાથે જોડાયેલો છે. જેના પર તેમને ૭ માર્ચે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. રાઉઝ એવન્યુ કોર્ટમાં શુક્રવારે (૧પ માર્ચ) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે કેજરીવાલને હાજર થવા કહ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ રૂબરૂ હાજર ન થવા બદલ છૂટ માંગી હતી. ઈ.ડી.એ અત્યાર સુધીમાં કેજરીવાલને ૮ સમન્સ જારી કર્યા છે. કેજરીવાલ એક વખત પણ એજન્સી સમક્ષ હાજર થયા નહોતા. આ પછી તમામ એજન્સીએ કેજરીવાલ વિરૂદ્ધ કોર્ટમાં બે ફરિયાદ કરી હતી.
એએસજી એસવી રાજુ ૧પ માર્ચે સ્પેશિયલ જજ (સીબીઆઈ) રાકેશ સાયલની સિંગલ બેન્ચમાં કોર્ટમાં ઈડી વતે હાજર થયા હતાં. જ્યારે કેજરીવાલના વકીલોમાં વરિષ્ઠ એડવોકેટ રમેશ ગુપ્તા અને એડવોકેટ રાજીવ મોહન હતાં. કેજરીવાલના વકીલોએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ ઈડીના દરેક સમન્સનો જવાબ આપ્યો છે.
મુખ્યમંત્રી તરીકેની તેમની જવાબદારીઓને કારણે તેઓ ઈડી સમક્ષ હાજર થઈ શક્યા નહોતા. ઈ.ડી.એ કોર્ટમાં ફરિયાદ કરતા પહેલા કેજરીવાલને કારણ જણાવો નોટીસ પણ આપી નથી. જ્યારે બીજી ફેબ્રુઆરીએ પાંચમા સમન્સ પછી દિલ્હીના સીએમ પૂછપરછ માટે આવ્યા ન હતાં, ત્યારે ઈ.ડી.એ. રાઉજ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ અને બજેટ સત્ર પર ચર્ચાને કારણે કેજરીવાલ ૧૪ ફેબ્રુઆરીએ કોર્ટમાં વર્ચ્યુઅલી રીતે હાજર થયા હતાં. આ પછી કોર્ટે આગામી સુનાવણી માટે ૧૬ માર્ચની તારીખ નક્કી કરી હતી, તેવી દલીલ થઈ હતી.
છેલ્લા અહેવાલો મુજબ અત્યારે કેજરીવાલના જામીન મંજુર થયા છે, અને આગળની સુનાવણી પહેલી એપ્રિલે થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial