Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે આંતરિક પાણી પુરવઠાના ત્રણ કરોડના કામોનું લોકાર્પણ

હવે, ક્ષારમુકત નર્મદા નદીનું પાણી ઘર સુધી પહોંચશેઃ

જામનગર તા. જામનગર જિલ્લાના લાલપુર ગામે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (ઓટેકા) અંતર્ગત આંતરિક પાણી પુરવઠા યોજનાના રૂા. ૩ કરોડ ૩ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કામોમાં ૪.૭૦ કિમી લંબાઈનું ડીઆઈ પાઈપલાઈન અને પીવીસીનું પાઈપલાઈન નેટવર્ક, ૧પ લાખ લીટર ક્ષમતાનો આરસીસી સમ્પ, ૮ લાખ લિટર ક્ષમતાની આરસીસી ઊંચી ટાંકી, ૧ર ૧૦ મીટર પમ્પ હાઉસ અને પમ્પિંગ મશીનરીના કામોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, લાલપુર ગામમાં હવે ક્ષારમુકત નર્મદા નદીનું પાણી લોકોના ઘર સુધી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સુવિધા શહેરની અને આત્મા ગામડાનો વિચાર લાલપુરમાં ખરા અર્થમાં સાર્થક થયો છે. અહીં ભૂગર્ભ ગટર, રોડ રસ્તા, પરિવહન સહિતની તમામ સુવિધાઓ છે, અને હવે આંતિરક પાણી વિતરણની વ્યવસ્થા પણ સુચારું રૂપે ઉપલબ્ધ થશે. છેવાડાના ગામડાના માનવીને પણ પાયાની સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકાર કાર્યરત છે. લાલપુરમાં પીવાના પાણીની સુવિધાઓમાં વધારો થતાં મંત્રીએ તમામ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતાં.

આ કાર્યક્રમમાં પીએમ આવાસ યોજના અને આયુષ્માન કાર્ડના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતાં. તેમજ સાંસદ ખેલ મહોત્સવમાં રસ્સાખેંચમાં સારૃં પ્રદર્શન કરનાર નારીશક્તિનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અરશીભાઈ કરંગિયા, ચિરાગભાઈ કાલરીયા, સરપંચ જયેશભાઈ તેરૈયા, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર રંગુનવાલા સહિતના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh