Advertisement
Author: નોબત સમાચાર

માર્ગ-મકાન વિભાગના ૧૯૩ મદદનિશ ઈજનેરની બઢતી સાથે બદલી

ચૂંટણી પહેલા બદલીનો ઘાણવોઃ

જામનગર તા. ૧૬ઃ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની વર્તુળ કચેરીઓમાં મદદનિશ ઈજનેર તરીકે ફરજ બજાવતા અધિકારીઓને નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. રાજ્યના ૧૯૩ અધિકારીને બઢતી અપાઈ છે. તેમાં હાલારના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

શાલારના જે આધિકારીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે તેમ જામનગરના સમકિત વી. બાવીસીને ધ્રોળમાં મૂકવામાં આવ્યા છે. જામનગરથી બી.આર. પાતરને વલ્લભીપુર, ખંભાળિયાથી ડી.કે. વારાને પીઆઈયુ (જામનગર), ખંભાળિયાથી પી.બી. પરમારને દ્વારકા, ધ્રોળના એચ.પી. તરૈયાને એટીબીટી-ધ્રોળ, જામનગરથી જે.વી. કણઝારિયાને રાજકોટ, દ્વારકાથી ડી.એચ. ડાભીને ખંભાળિયા, દ્વારકાથી ડી.બી. ચોપડાને દ્વારકા (પંચાયત, મા.મ.), દ્વારકાથી એમ.કે. શિયાળને જામજોધપુરમાં મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત હાલારમાં અન્ય જિલ્લામાંથી પણ બદલી કરીને નિમણૂક કરવામાં આવી છે. તેમાં ગોંડલથી બી.એમ. જાડેજાને કાલાવડ (ગ્રામ્ય) માં મૂકવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh