Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર-લાલપુર વિસ્તારના ઈતિહાસમાં પ્રથમ વખત ૧૪૩ કરોડના રસ્તા-સ્ટ્રક્ચરના કામોને મંજુરી

ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતાઃ

જામનગર તા. ૧૬ઃ જામજોધપુર-લાલપુર મતવિસ્તારમાં ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્ય સરકારે ૧૪૩ કરોડના રસ્તા-સ્ટ્રક્ચરના કામોને મંજુરી આપતા આ વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતા મળી છે.

ગુજરાત સરકાર દ્વારા જામજોધપુર-લાલપુર મત વિસ્તારમાં અનુક્રમે સૌ પ્રથમ ૪પ કરોડ, ત્યારપછી ૩૦ કરોડ અને ર૦ કરોડ તેમજ છેલ્લે ૪૮ કરોડના રોડ-રસ્તાઓ તથા સ્ટ્રક્ચરના કામો માટે કુલ મળીને ૧૪૩ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. તેમજ બાકી રહી ગયેલા ૯ જેટલા રોડ-રસ્તાઓ વહેલી તકે મંજુર કરવા માટે રજૂઆત કરી હતી.

ભૂતકાળમાં જામજોધપુર-લાલપુર તાલુકાને રોડ-રસ્તા બાબતે ખૂબ જ અન્યાય થયો હતો જેના લીધે આ વિસ્તારના રોડ-રસ્તાઓ ઘણાં સમયથી રી-સર્ફેસ કરવામાં આવ્યા ન હોવાથી ખૂબ જ બિસ્માર હાલતમાં છે ત્યારે ઉલ્લેખનિય છે કે, જામજોધપુર-લાલપુર વિસ્તારના ઈતિહાસમાં કોઈ ધારાસભ્યએ પ્રથમ વખત એક સાથે આટલી મોટી રકમના રોડ-રસ્તાઓના કામો મંજુર કરાવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જામજોધપુર-લાલપુર વિસ્તારના ર૯ રસ્તાઓ માટે રૂા. ૪૮ કરોડ ૪૦ લાખના કામો મંજુર કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh