Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મશીન ઉભુ રાખવામાં આવ્યું તે પહેલા થઈ હતી ગંભીર ઈજાઃ
જામનગર તા. ૧૬ઃ જામનગર-ખંભાળિયા માર્ગ પર પડાણા પાટિયા નજીક એક કારખાનામાં વેલ્ડીંગનું કામ કરતા યુવાનનો હાથ ડ્રમ બેલ્ટમાં ફસાયા પછી ચીરાઈ ગયો હતો. આ યુવાનનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.
ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતા અને કારખાનામાં વેલ્ડર તરીકે કામ કરતા હરપાલભાઈ ડાયાભાઈ ચોપડા નામના વીસ વર્ષના સતવારા યુવાન ગઈકાલે સવારે પડાણા નજીક મોટરના શો-રૂમ પાછળ સનરાઈઝ નામના કારખાનામાં કામ કરતા હતા.
આ વેળાએ કોઈ રીતે તેમનો ડાબો હાથ ડ્રમ બેલ્ટમાં આવી ગયો હતો. જેના કારણે હરપાલભાઈ ખેંચાઈ ગયા હતા અને ડ્રમમાં તેમનો હાથ ખભ્ભા નીચે બગલ પાસેથી ચીરાઈ ગયો હતો અને હાડકુ બહાર આવી ગયું હતું તેમજ ભાંગી પણ ગયું હતું.
કારખાનામાં હાજર અન્ય વ્યક્તિઓએ તરત જ મશીન રોક્યું હતું અને ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકન
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial