Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રીઃ ગરમી વધી

છેલ્લા ૪૮ કલાકમાં ૪ ડીગ્રીના વધારા સાથે

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગઈકાલે બપોરે જનતાએ ગરમીનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં હવે ધીમે ધીમે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. ગત્ ગુરુવારે મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી હતું. અત્યાર સુધીમાં ૪ ડીગ્રી વધીને ૩૩ ડીગ્રીએ પહોંચી ગયું હતું, જ્યારે ૧ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૧૭.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી. મહત્તમ તાપમાનમાં થયેલા વધારા અને પવનની ગતિ ઘટતા પ્રજાજનોએ ગઈકાલે બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન નિષ્ણાતોએ પણ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાનું જણાવ્યું છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૮ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh