Advertisement
Author: નોબત સમાચાર

આલે લે, નકલી આર્મી કેપ્ટન ઝડપાયા! ભીમરાણાના શખ્સ સામે નોંધાયો ગુન્હો

નકલી આઈકાર્ડ, સર્વિસ કાર્ડ ઝબ્બે લેવાયાઃ

જામનગર તા. ૧૬ઃ દ્વારકાની એરફોર્સ કોલોનીના ગેઈટ પાસે જઈ ચઢેલા એક શખ્સે અંદર જવાના ઈરાદાથી પોતાની ઓળખ આર્મીના કેપ્ટન તરીકે આપી હતી. તેના આઈકાર્ડ, સર્વિસ કાર્ડ, લીકર અને ગ્રોસરી કાર્ડ ઝીણવટથી ચકાસાતા તે નકલી હોવાનું ખૂલ્યું છે. ભીમરાણાના આ શખ્સ સામે નકલી કાર્ડ બનાવી ઠગાઈ કરવા અંગે વોરંટ ઓફિસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા શહેરમાં આવેલા એરફોર્સ કોલોનીના ગેઈટ પર ગુરૂવારે સાંજે સાડા ચારેક વાગ્યે એક શખ્સ આવ્યો હતો. તેણે ગેઈટ પર હાજર ડીએસસી સિક્યુરિટી ગાર્ડને અંદર જવા દેવા માટે કહ્યંુ હતું. ત્યારે ગાર્ડે તેનું ઓળખ કાર્ડ બતાવવા કહ્યું હતું.

આ શખ્સે પોતે આર્મીના કેપ્ટન હોવાનું કહી પોતાની પાસે રહેલું આઈકાર્ડ બતાવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામની બુદ્ધ સોસાયટીમાં રહેતા મહેશ અરવિંદભાઈ ચાસીયા નામ લખેલુુ હતું. આ શખ્સ પર શક પડતા સિક્યુરિટી ગાર્ડે કોલોનીમાં રહેતા જુનિયર વોરંટ ઓફિસર પ્રવીણકુમાર એ. પાંડેને બોલાવ્યા હતા.

આ અધિકારીએ મહેશ ચાસીયા પાસે અન્ય ડોક્યુમેન્ટ દેખાડવાની માગણી કરતા આ શખ્સે પોતાનંુ સર્વિસ કાર્ડ તેમજ લીકર અને ગ્રોસરી કાર્ડ પણ બતાવ્યા હતા. તે કાર્ડ નકલી હોવાની વોરંટ ઓફિસરને શંકા ઉત્પન્ન થયા પછી તેઓએ ઉંડાણપૂર્વક તપાસ કરતા આ શખ્સનું આઈકાર્ડ, સર્વિસ કાર્ડ, લીકર અને ગ્રોસરી કાર્ડ પણ નકલી હોવાનું ખૂલ્યું હતું.

ભીમરાણાના આ શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં વોરંટ ઓફિસર પ્રવીણકુમારે ખુદ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો છે. આર્મીના કેપ્ટન તરીકે ખોટી ઓળખ આપનાર આ શખ્સ સામે આઈપીસી ૪૧૯, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૭૦ હેઠળ ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh