Advertisement
Author: નોબત સમાચાર

નિકાહ કરવાની લાલચ બતાવી દુષ્કર્મ ગુજારનાર આરોપીને દસ વર્ષની કેદસજા

સાડા છ વર્ષ પહેલાં ગુજાર્યું હતું દુષ્કર્મઃ

જામનગર તા. ૧૬ઃ સલાયાના એક શખ્સે પોતાની પત્નીને તલ્લાક આપી બીજી યુવતીને નિકાહ કરવાની લાલચ બતાવી સાડા છ વર્ષ પહેલા તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ફરિયાદ પરથી નોંધાયેલો કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે. તે યુવતીને રૂા.૧ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.

ખંભાળિયા તાલુકાના સલાયામાં વસવાટ કરતા બિલાલ મામદ સુંભણીયા નામના શખ્સે એક યુવતીને નિકાહ કરવાની લાલચ આપી ગઈ તા.૭-૫-૧૭ની રાત્રે તેણીના ઘરમાં ઘૂસી કોઈ કેફી પદાર્થ પીવડાવી દઈ દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે પોતાની પત્નીને તલ્લાક આપી તે યુવતી સાથે નિકાહ કરવાની લાલચ બતાવી હતી.

ત્યારપછી બેશુદ્ધ યુવતીને જામનગર દવાખાને ખસેડવામાં આવી હતી. પોલીસે તેણીના નિવેદન પરથી બિલાલ મામદ સુંભણીયા સામે દુષ્કર્મનો ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે આ યુવતી, ડોક્ટર વગેરેની જુબાની રજૂ કરી હતી અને અન્ય પુરાવાઓ પણ અદાલત સમક્ષ મુક્યા હતા.

બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી બિલાલ મામદ સુંભણીયાને તક્સીરવાન ઠરાવી દસ વર્ષની કેદસજા અને રૂા.૨૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂા.૧ લાખ વળતરપેટે ચૂકવાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh