Advertisement
Author: નોબત સમાચાર

જયેશ પર ફાયરીંગ કરવાના આરોપી ૧૧ની જામીન રદ્દની માગણી નકારાઈ

વર્ષ ૨૦૧૭માં જયેશ પટેલ પર થયું હતું ફાયરીંગઃ

જામનગર તા. ૧૬ઃ જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં જયેશ પટેલ પર સાત વર્ષ પહેલાં ફાયરીંગના ગુન્હામાં સંડોવાયેલા અગિયાર આરોપીના જામીન રદ્દ કરવા માટે અદાલત સમક્ષ જયેશ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી. તે અરજી અન્વયે આરોપી પક્ષના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે જયેશ પટેલની અરજી નકારી કાઢી છે.

જામનગરના ચાંંદીબજાર વિસ્તારમાં વર્ષ ૨૦૧૭માં ગુજસીટોકના આરોપી જયેશ મુળજી પટેલ પર ફાયરીંગ કરી તેની હત્યા નિપજાવવાના કરાયેલા પ્રયાસની પોલીસમાં જયેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી. જમીન કૌભાંડમાં સંડોવાયેલો જયેશ પટેલ કોર્ટના હુકમ મુજબ પોલીસ મથકે હાજરી પુરાવવા આવ્યો હતો ત્યારે રતનબાઈ મસ્જિદથી આગળ તેની મોટર પર ફાયરીંગ કરાયું હતું.

આ ગુન્હામાં ભાજપના અગ્રણી હસુ પેઢડીયા, તાજિયા ગેંગના અનીયા લાંબા, યાસીન, એજાઝ સહિતના અગિયાર શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તે દરમિયાન જયેશના ભાઈ ધર્મેશને હીરજી મિસ્ત્રી રોડ પર રોકી તેને માર મારવામાં આવ્યાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. તે પછી વકીલ કિરીટ જોષીની હત્યાનો આરોપ મુકાતા અને ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાતા જયેશ પટેલ ભારતમાંથી નાસી છૂટ્યો હતો અને યુ.કે.માં ગેરકાયદે પ્રવેશના આરોપસર લંડન પોલીસના હાથમાં સપડાયો હતો.

આઈપીસી ૩૦૭ હેઠળ નોંધાયેલા ગુન્હામાં જામીન મુક્ત થયેલા તમામ અગિયાર આરોપીના જામીન રદ્દ કરાવવા જયેશ પટેલ દ્વારા અદાલતમાં અરજી કરવામાં આવી હતી.

તે અરજી અન્વયે આરોપી પક્ષે દલીલો કરી હતી કે, જામીનનો હુકમ કાયદા મુજબ યોગ્ય છે અને જયેશ પટેલનો લંડનથી કબજો મેળવવા ભારત સરકાર દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યો છે. ત્યારે જયેશ પોતાની તથા કુટુંબની જાન પર ખતરો હોય તેવું ખોટુ બહાનુ બતાવી કોઈ કાયદેસરના કારણ વગર આ અરજી કરી રહ્યો છે અને ભાગેડુને અરજી કરવાનો અધિકાર નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીઓના જામીન ચાલુ રાખવા સામેની જયેશ પટેલની તમામ અરજીઓ નામંજૂર કરી છે. આરોપી તરફથી વકીલ પરેશ એમ. બુચ તથા ફૈઝલ ચરીયા, સુમિત પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh