Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પશુપાલકોને ત્રીજા કવાર્ટર માટે ૧.ર૭ કરોડ અને ચોથા કવાર્ટર માટે ૧.ર૪ કરોડ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વયે સહાયઃ

જામનગર તા. ૧૬ઃ જામનગર જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકો માટે વિવિધ પ્રકારની સહાયો, માર્ગદર્શક સેમિનારો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વયે પશુપાલકોને સહાય ચુકવવામાં આવે છે. રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એકઠ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા પાંજરાપોળના માલિકો માટે ગૌશાળા પાંજરાપોળમાં રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓના માટે નિભાવ માટે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો અને પશુપાલકો આઈ ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની કુલ રપ સંસ્થાઓને ત્રીજા કવાર્ટર માટે ૪૬૦૪ જેટલા પશુઓ માટે ૩૦ રૂ. પ્રતિ દિન લેખે તેમ કુલ ૯ર દિવસ માટે કુલ રૂા. ૧,ર૭,૦૭,૦૪૦ જેટલી સહાય ચૂકવવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની કુલ ર૪ સંસ્થાઓને ચોથા કવાર્ટર માટે ૪પ૬પ જેટલા પશુઓને ૩૦ રૂા. પ્રતિ દિન લેખે તેમ કુલ ૯૧ દિવસ માટ કુલ રૂા. ૧,ર૪,૬ર, ૪પ૦ જેટલી સહાય નાયબ પશુપાલક નિયામકની કચેરી દ્વારા ચુકવવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન જામનગર જિલ્લાની કુલ ર૭ સંસ્થાઓને રૂા. ૪, ૯૦, ૩૯,૬૮૦ જેટલી સહાય ચુકવવામાં આવી છે. તેમ નાયબ પશુપાલક નિયામક ડો. તેજલ શુકલ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh