Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગરથી અમન ચમન સોસાયટી સુધી વીજ ચેકીંગ

ઝડપાઈ રૂા.૧૬.૮૦ લાખની વીજચોરીઃ

જામનગર તા. ૧૬ઃ જામનગરના ગોકુલનગરથી અમન ચમન સોસાયટી સુધી અને ખંભાળિયા ધોરીમાર્ગ પર વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ કરેલા ચેકીંગમાં ગઈકાલે રૂા.૧૬ લાખ ૮૦ હજારની વીજચોરી પકડાઈ હતી.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી ડામવા માટે શરૂ કરાયેલી ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત ગઈકાલે જામનગર શહેરના ગોકુલનગર તેમજ સનસિટી, અમન ચમન સોસાયટી અને ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી કોલોનીઓમાં ચેકીંગ કરાયું હતું.

સ્થાનિક અધિકારીઓની ૧૭ ટૂકડીએ ૯ એસઆરપી મેનને સાથે રાખી આ સ્થળોએ કુલ ૧૬૫ વીજજોડાણો ચકાસ્યા હતા. તેમાંથી ૨૩ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૂા.૧૬ લાખ ૮૦ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh