Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રિવેડીંગ સેરેમનીમાં તરખાટ ન મચાવી શકનાર ગિલોલ ગેંગ દબોચાઈ

જામનગર તા. ૧૬ઃ મોટી ખાવડીમાં અનંત-રાધિકા અંબાણીના પ્રિવેડીંગ સમારોહમાં ચોરીઓ કરવાના ઈરાદાથી આવેલી તામિલનાડુની ગિલોલ ગેંગને રાજકોટ ક્રાઈમ બ્રાંચે દિલ્હીમાંથી પકડી છે. આ ગેંગના પાંચ શખ્સે જામનગરમાં કારી નહીં ફાવતા રાજકોટમાં મોટરનો કાચ તોડી ચોરી કરી હતી.

રાજકોટમાં દસેક દિવસ પહેલાં એક અદ્યતન મોટરનો કાચ તોડી તેમાંથી રૂા.૧૦ લાખ રોકડા, લેપટોપ સહિતની મત્તા ઉઠાવી જવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તેની રાજકોટ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન આ ચોરીમાં તામિલનાડુની એક ગેંગનો હાથ હોવાની શંકા પડતા તે ગેંગના સગડ દબાવાયા હતા.

દિલ્હી સુધી પહોંચેલી પોલીસે તામિલનાડુના ત્રિચી જિલ્લાના જગન બાલા સુબ્રમણ્યમ, દીપક પાર્થીબન, ગુનશંકર ઉમાનાથ, મુરલી વિરભદ્રન, એગામરમ મુદલીયાર નામના પાંચ શખ્સને દબોચી લેવાયા હતા. તેઓના કબજામાંથી રૂા.૫ લાખ ઉપરાંતની રોકડ, છ લેપટોપ, પાંચ મોબાઈલ, ગિલોલ, છરા કબજે કરાયા હતા.

આ ગેંગની પૂછપરછ કરાતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગિલોલ ગેંગથી ઓળખાતી આ ટોળકી ચોરીના બનાવોને અંજામ આપવા ગઈ તા.૧થી તા.૩ સુધી મોટી ખાવડીમાં રિલાયન્સ કંપનીના સર્વેસર્વા મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રિ-વેડીંગ સેરેમનીમાં ઘૂસવા માટે ટ્રેન માર્ગે જામનગર આવી હતી પરંતુ ટાઈટ સિક્યુરિટીના કારણે આ ગેંગ અંદર જઈ શકી ન હતી અને ત્યાંથી જામનગર એસટી પાસે આવી આ ગેંગે એક ગુન્હાને અંજામ આપ્યા પછી ત્યાંથી રાજકોટ તરફ રવાના થયા હતા. રાજકોટમાં દોઢસો ફૂટ રીંગરોડ પર મર્સીડીઝ મોટરનો કાચ તોડી તેમાંથી રૂા.૧૦ લાખ ઉપરાંતની રોકડ લઈ આ ગેંગ દિલ્હી પહોંચી હતી પરંતુ તેની પાછળ પાછળ પોલીસ પણ દિલ્હી પહોંચી હતી અને ગેંગ ઝડપાઈ ગઈ હતી. આ ટોળકીએ જામનગર, રાજકોટ સહિતના અગિયાર ગુન્હા કબૂલ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh