Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનપ્રતિનિધિઓની રજૂઆતો પછી રાજ્ય સરકારનો નિર્ણય
ખંભાળીયા તા. ૧૬ઃ રવિ સિઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં ૩૧ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપૂત્રોના વ્યાપક હિતમાં એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને ૩૧ માર્ચ ર૦ર૪ સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજુઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ કિસાન હિતકારી નિર્ણય કર્યો હોવાના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial