Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાના નાયબ કમિશનરની ગાંધીનગર થઈ બદલીઃ તેમના સ્થાને ડી.એ. ઝાલા મૂકાયા

'જાડા'ના કારોબારી અધિકારીની રાજકોટ બદલી

જામનગર તા. ૧૬ઃ રાજ્ય સરકાર દ્વારા ૩ર જેટલા જી.એસ. કેડરના અધિકારીની બદલીના આદેશો કર્યા છે.

લોકસભાની ચૂંટણી પહેલા તમામ વિભાગોમાં બદલીના આદેશો થઈ રહ્યા છે. ગઈકાલે ૩ર જી.એ.એસ. કેડરના અધિકારીના બદલીના આદેશ થયા છે. જેમાં 'જાડા'ના કારોબારી અધિકારી જે.ડી. ગઢવીને એડી કલેક્ટર (ઈરીગેશન-રાજકોટ), જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર વાય.ડી. ગોહિલની ગાંધીનગર, જ્યારે જામનગર મહાનગરપાલિકામાં નાયબ કમિશનર તરીકે ડી.એ. ઝાલાને મૂકવામાં આવ્યા છે.

'સહી' પ્રકરણ નડ્યું?

જામનગર મહાનગરપાલિકાના ડી.એમ.સી.ની રાતોરાત બદલી

જામનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં નિમણૂક થયેલા નાયબ મ્યુનિસિપલ કમિશનર વાય.ડી. ગોહિલની રાતોરાત બદલીના આદેશ થયા છે, જ્યારે આ બદલીના કારણે ચર્ચાએ જોર પકડ્યું છે.

ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં 'સહી'નો વિવાદ ઉછળ્યો હતો. જેમાં ડી.એમ.સી.એ ચોક્કસ પ્રકરણમાં સહી કરવાની 'ના' પાડી હતી અને પોતાની ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદ્દાહરણ આપ્યું હતું, જ્યારે એક ઉચ્ચ અધિકારીએ સહી કરવાનું દબાણ કરતા આખરે ડી.એમ.સી.ને મેડિકલ રજા ઉપર ઉતરી જવા મૌખિક આદેશ કરાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જો કે મળતી માહિતી મુજબ ડી.એમ.સી. શ્રી ગોહિલની તબિયત સારી નહીં હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ આ વિવાદાસ્પદ પ્રકરણની ચર્ચાઓ વચ્ચે ડી.એમ.સી.ની ગાંધીનગરમાં બદલીનો આદેશ થયો છે, જો કે તેમની બદલીને સહી પ્રકરણ સાથે કોઈ સંબંધ નથી તેમ સૂત્રો કહે છે, પરંતુ હાલ આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh