Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કર્યોઃ
નવી દિલ્હી તા. ૧૬ઃ ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણી પ્રચાર માટે થીમ સોન્ગ લોન્ચ કર્યું છે, અને આ થીમ 'સોન્ગ'નો વીડિયો વડાપ્રધાને શેર કરીને સૌ પ્રથમ મીડિયામાં પોસ્ટ કરી છે.
ભાજપે શનિવારે (૧૬ માર્ચ) તેના ચૂંટણી પ્રચારનું થીમ સોંગ 'મૈં મોદી કા પરિવાર હું' લોન્ચ કર્યું છે. પીએમ મોદીએ એનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. એના પર લખ્યું હતું, મેરા ભારત, મેરા પરિવાર.
પાર્ટીએ આ અભિયાન ૧૦ દિવસ પહેલા (૬ માર્ચ) શરૂ કર્યું હતું. ખરેખર ૩ માર્ચે પટનામાં મહાગઠબંનની રેલીમાં લાલુ યાદવે કહ્યું હતું કે, પીએમ પરિવારવાદ પર હુમલો કરે છે, પરંતુ તેમનો પોતાનો પરિવાર નથી. એના જવાબમાં ભાજપે એક્સ પર પોસ્ટ કરી, ૧૪૦ કરોડ દેશવાસીઓ પીએમ મોદીનો પરિવાર છે. આ પછી ભાજપના નેતાઓએ પોતાની એક્સ પ્રોફાઈલ પર પોતાના નામની આગળ 'મોદી કા પરિવાર' લખવાનું શરૂ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણામાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવના 'પરિવાર' નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું, 'હું તેમને કહેવા માગું છું કે મારો દેશ ૧૪૦ કરોડ દેશવાસી મારો પરિવાર છે, જ્યારે પણ હું પરિવારવાદની રાજનીતિની વાત કરૂ છું ત્યારે વિપક્ષના લોકો કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી'.
મોદીએ કહ્યું હતું કે, દેશ માટે મેં બાળપણથી મારૂ ઘર છોડી દીધું હતું અને તેમના માટે મારૂ જીવન ખપાવી દઈશ. પીએમના ભાષણના થોડા સમય પછી અમિત શાહ, જેપી નડ્ડા, સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ અને કિરેન રિજ્જુ જેવા મોટા બીજેપી નેતાઓએ તેમના પ્રોફાઈલ નામ બદલી નાખ્યા હતાં.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ પ્રત્યાઘાતો આપતા કહ્યું કે, જેઓ આત્મહત્યા કરે છે તેમના પરિવારો માટે ભાજપ શા માટે ચિંતિત નથી, પછી તે યુવાનો હોય કે ખેડૂતો. આ મુદ્દાઓથી ભટકાવવામાં આવે છે. જો ભાજપને તેમની ચિંતા હોત તો તેઓ તેમના નામની આગળ ખેડૂત પરિવારો જોડી દેત. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, ભારત ગઠબંધન દરરોજ વધી રહ્યું છે, તેથી જ ભાજપના લોકો ચિંતિત છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેટનો અભિપ્રાય હતો કે આ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે છે. મુખ્ય મુદ્દાઓ મોંઘવારી, પેપર લીક અને બેરોજગારી છે. ભાજપ 'ધ્યાન ભટકાઓ' અભિયાન ચલાવી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ર૦ર૪ જેમ ર૦૧૯ માં પણ ભાજપે 'મૈં ભી ચોકીદાર' અભિયાન શરૂ કર્યું હતું. એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોરહૈ'ના નારા લગાવ્યા હતાં. એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોતાનું નામ બદલીને 'ચોકીદાર' નરેન્દ્ર મોદી કરી દીધું. એ પછી અમિત શાહ, પિયુષ ગોયલ, જેપી નડ્ડા સહિત ભાજપના મોટાભાગના મંત્રીઓ અને અન્ય મોટા નેતાઓએ પોતાના નામની અગાળ 'ચોકીદાર' લગાવી દીધું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial