Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

આગામી ૧૮ માર્ચથી ત્રણ મહિના સુધી

ગાંધીનગર તા. ૧૬ઃ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. ૧૮ મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે આગામી ૯૦ દિવસ એટલે કે, ૧પમી જૂન સુધી ચાલુ રહેશે. જેનો લાભ અંદાજે ૩.ર૦ લાખ ખેડૂતોને થશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા. ૧૭૩૪ કરોડની કિંમતની ર,૪પ, ૭૧૦ મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂા. ૧૭૬પ કરોડની કિંમતના રૂા. ૩,ર૪,પ૩૦ મે. ટન ચણા અને રૂા.  ૮પ૩ કરોડની કિંમતના ૧,પ૦,૯૦પ મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે ૧૪૦ ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે ૧૮૭ ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોને નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂા. ૭૦૦૦ પ્રતિ ક્વિ. (રૂા.૧૪૦૦ પ્રતિ મણ), ચણા માટે રૂા. પ૪૪૦ પ્રતિ ક્વિ. (રૂા. ૧૦૮૮ પ્રતિ મણ) અને રાયડા માટે રૂા. પ૬પ૦ પ્રતિ ક્વિ. (રૂા. ૧૧૩૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh