Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ૬૪૦૦ બોટમાં લગાવાશે સ્ટીકરઃ સલાયાથી પ્રારંભઃ
સલાયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ કાંઠાને વધુ સુરક્ષિત બનાવવા માટે પોલીસ દ્વારા ટ્રેસીંગ એન્ડ આઈડેન્ટિફિકેશન વાયા કોડીંગ કી (ટીક) પ્રોગ્રામ હેઠળ સલાયાની ૬૦૧ સહિત આખા જિલ્લાની ૬૪૦૦ બોટમાં ક્યુઆર કોડ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ સુરક્ષા વધુ સઘન બનાવવા માટે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાભરની ૬૪૦૦ જેટલી માછીમારી બોટમાં ક્યુઆર કોડ લગાવવા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ઓપરેશન ટીઆઈસીકે (ટીક) અંતર્ગત આ કામગીરી શરૂ કરાઈ છે. તેમ દ્વારકા જિલ્લાના એએસપી રાઘવ જૈન (આઈપીએસ)એ જણાવ્યું છે.
આ ઓપરેશન અંતર્ગત સલાયાની ૬૦૧ માછીમારી બોટ સહિત જિલ્લાની ૬૪૦૦ બોટને ટ્રેસીંગ એન્ડ આઈડેન્ટિફિકેશન વાયા કોડીંગ કી (ટીક) હેઠળ આવરી લેવાશે. આ સ્ટીકરને સ્કેન કરવાથી બોટની માલિકી, રજીસ્ટ્રેશન સહિતની વિગતો તરત મળી શકશે અને દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ બોટ કે સંદિગ્ધ બોટને તરત અલગ તારવી શકાશે.
આ ક્યુઆર કોડને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. આ સ્ટીકર મધદરિયે ઈન્ટરનેટ વગર પણ ચાલી શકે તે રીતે અમલમાં મુકવામાં આવ્યા છે. જે તે બોટ ક્યા બંદરેથી, ક્યાંથી, માછીમારીની સંખ્યા વગેરે વિગતો પણ તેમાં અપડેટ કરવામાં આવશે. દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે આ કામગીરીનો સલાયાથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઈકાલે સલાયામાં એએસપી રાઘવ જૈન તેમજ સલાયા મરીન પોલીસ અને એસઓજી ટીમે આ કાર્યવાહી શરૂ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial