Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાંથી પણ મોટી સંખ્યામાં શિક્ષકો-કર્મચારીઓ જોડાયા
ખંભાળિયા તા. ૧૬ઃ ગાંધીનગર સંયુક્ત મોરચા કર્મચારી મંડળના વ્યક્તિગત આવેદનપત્રમાં હજારો કર્મીઓ જોડાયા હતાં, જેમાં હાલારમાંથી પણ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પહોંચ્યા હતાં.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ, પ્રાથમિક સરકારી શિક્ષણ સંઘ, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગઈકાલે ગાંધીનગરમાં વ્યક્તિગત આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં હજારો સરકારી કર્મચારીઓ જોડાયા હતાં.
રાજ્ય સંયુક્ત કર્મ. મોરચાના દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાંથી કર્મચારીઓ હોદ્દેદારો સાથે પોતાને ઘરેથી જ વ્યક્તિગત આવેદનપત્ર ટાઈપ કરીને આજે લઈ આવ્યા હતાં.
બેનરો સાથે જુની પેન્શન યોજના ચાલુ કરો અને કેન્દ્ર પ્રમાણે ભથ્થા આપોના સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓ એટલી વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતાં કે ટ્રાફિક જામ ઠેર ઠેર થઈ ગયો હતો, તો કર્મચારીઓની અટકાયત કરવા માટે મોટી સંખ્યામાં બસોની વ્યવસ્થા પણ કરવી પડી હતી.
તાજેતરમાં સરકારી કર્મચારીઓ દ્વારા સરકારની કામગીરીનો બહિષ્કાર, કોમ્યુટર શટ ડાઉન, ચોક ડાઉન, પેનડાઉન જેવા કાર્યક્રમો પછી આ સામૂહિક કાર્યક્રમથી સરકારી તંત્ર મંત્રીઓમાં પણ અસર થઈ છે.
લોકસભા ચૂંટણી સમયે જ સત્તાધારી પક્ષ માટે આ માથાના દુઃખાવા સમાન આંદોલન માંગણી ના ઉકેલાય તો ચાલુ રહેવાનું છે.
દ્વારકા જિલ્લામાંથી મેરામણભાઈ ગોરિયા, રાજેશભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ, શિક્ષકો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial