Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ લાખ લીધા હતા ઉછીનાઃ
જામનગર તા. ૧૬ઃ ખંભાળિયાના એક આસામીએ પોતાના મિત્ર પાસેથી રૂા.પ લાખ ઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ છે. આરોપીને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.
ખંભાળિયાના સતવારા વાડમાં રહેતા અને અમદાવાદના રાકનપુરની પ્રાઈમ ઓટોમેશન નામની પેઢીમાં નોકરી કરતા આશિષ કાંતિભાઈ કછટીયાએ પોતાના મિત્ર કાંતિલાલ મોમૈયાભાઈ ઓડીચ પાસેથી પાંચેક મહિના પહેલા રૂા.૫ લાખ વગર વ્યાજે હાથઉછીના લીધા હતા.
તે રકમની ચૂકવણી માટે આશિષે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા કાંતિલાલે નોટીસ પાઠવ્યા પછી ખંભાળિયા કોર્ટમાં નેગો ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી છે. અદાલતે આરોપીને હાજર થવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ તુષાર બી. ત્રિવેદી, અભિષેક એન. ધ્રુવ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial