Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાલ વાટિકામાં ૧૬૭, ધો. ૯ માં ર૩૭ વિદ્યાર્થીને પ્રવેશ
જામનગર તા. ૮: દર વર્ષની જેમ આ વર્ષે પણ સીઆરસી મહાપ્રભુજી બેઠકમાં કુલ ૧૦ સરકારી અને ર ગ્રાન્ટ ઈન એઈડ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સીઆરસી મહાપ્રભુજીની બેઠકની તમામ શાળાના બાલવાટિકામાં પ્રવેશપાત્ર કુલ ૧૬૭ વિદ્યાર્થીઓએ સ્કૂલ બેગ અને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી. તેમજ ધો.૯ ના ર૩૭ વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ મેળવ્યા હતાં. સાથે સાથે નમો લક્ષ્મી યોજનાથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ સાથે સરકારની વિવિધ શિષ્યવૃત્તિ અને બાહ્ય પરીક્ષા જેવી કે એનએમએમએસ, સીઈટી, પીએસઈ અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને શિક્ષકો તરફથી ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતાં. આ સાથે એસએમસીની મિટીંગમાં તેના સભ્યો અને વાલી સાથે કન્યાઓમાં ભણતરનું પ્રમાણ વધે અને ધોરણ આઠ પછી ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટે તે બાબતે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમને અંતે દરેક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા કે.જે. શાહ હાઈસ્કૂલના આચાર્ય રમેશભાઈ કછેટિયા, ઠેબા તાલુકા આચાર્ય, મનોજભાઈ ભૂત, હાપા આચાર્ય ભરતભાઈ મુંગરા, લુંબિનીનગર આચાર્ય દિનેશભાઈ લગારીયા, મોટા થાવરીયાના આચાર્ય તૃપ્તિબેન, વાડી શાળાના આચાર્ય મહેશભાઈ કરંગીયા, સામતપીરના આચાર્ય ગઢવીભાઈ, લાલવાડીના આચાર્ય ભૂપતસિંહ જાડેજા, મહાપ્રભુજી બેઠક પ્રાથમિક શાળાના આચાર્ય સાધનાબેન, પીરવાડી શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલ, બાલકનાથ વાડી શાળાના આચાર્ય દશરથસિંહ જાડેજા, જી.ડી.શાહ હાઈસ્કૂલના આચાર્ય રૂડીબેન વસરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial