Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંપનીને રૂ. ૬ લાખ ઉપરાંતનું નુકસાન થયાની ફરિયાદઃ
જામનગર તા. ૮: કાલાવડના મોટી માટલી ગામની સીમમાં તેમજ આજુ બાજુમાં આવેલી એક કંપનીની છ પવનચક્કીમાં ગયા મહિને રાત્રિના સમયે ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ ૬૬૦૦ લીટર જેટલું ઈન્સ્યુલેશન ઓઈલ કાઢી નાખી કંપનીને નુકસાન પહોંેંચાડયું છે. એક પવનચક્કીના કંટ્રોલ રૂમમાં વાયરો સળગાવાયા છે અને ઓઈલ ઢોળાઈ જવાના કારણે બે પવનચક્કીના વાયરીંગ ફેઈલ થઈ ગયા છે. કુલ રૂ. ૬ લાખ ૩૬ હજારનું નુકસાન કરવા અંગે અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ પાસે વરૂડી પાટીયા તેમજ નાગપુર ગામની સીમમાં પાયોનીયર નામની કંપનીની પવનચક્કીઓ આવેલી છે. તેમાં ગઈ તા.૧૨ જુનની સાંજથી તા.૧૩ની સવાર સુધીમાં કોઈ અજાણ્યા શખ્સો ઘૂસી ગયા હતા.
આ શખ્સોએ છ પવનચક્કી ના ટ્રાન્સફોર્મરના વાલ્વ ખોલી નાખી તેમાંથી ૧૧૦૦ લીટર જેટલું ઈન્સ્યુલેશન ઓઈલ કાઢી નાખ્યું હતું. આમ કુલ ૬૬૦૦ લીટર ઓઈલ કાઢી નાખી આ શખ્સોએ કંપનીને રૂ. ૨ લાખ ૬૪ હજારનું નુકસાન પહોંચાડ્યું હતું.
તે ઉપરાંત એક પવન ચક્કીના કંટ્રોલ રૂમમાં ઘૂસી જઈ આ શખ્સોએ કેબલ સળગાવી રૂ. ૧૨ હજારનું નુકસાન સર્જયું હતું. ઓઈલ નીકળી જવાના કારણે બે પવનચક્કીના લોકેશનમાં વાયરીંગ ફેઈલ થઈ ગયું હતું. આમ કુલ રૂ. ૬ લાખ ૩૬ હજારનું નુકસાન સર્જવા અંગે અજાણ્યા શખ્સો સામે કંપનીના કર્મચારી અને જામનગરના તિરૂપતિ પાર્કમાં રહેતા અમિત એસ. કદાવલાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial