Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય વિભાગની ટૂકડીને સ્લમના બદલે અન્યત્ર લઈ જવાયા
જામનગરમાં કોલેરાના કેસ નોંધાતા ગાંધીનગરથી આરોગ્યની ટીમ દોડી આવી હતી. તેને કોલેરાગ્રસ્ત વિસ્તારના બદલે સારા-સ્વચ્છ વિસ્તારની મુલાકાત સ્થાનિક તંત્ર દ્વારા કરાવાઈ હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે, અને તેમણે મહાપાલિકા કચેરીમાં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.જામનગરમાં કોલેરાના કેટલાક કેસ નોંધાતા રાજ્યના આરોગ્ય વિભાગની ટૂકડીનું જામનગરમાં આગમન થયું હતું. આ ટૂકડીને સ્લમ વિસ્તારની મુલાકાત કરાવવાની હતી, પરંતુ આ ટૂકડીને અન્ય સારા-સ્વચ્છ સુખડ વોર્ડ વિસ્તારની મુલાકાત કરાવાઈ હતી.આથી આજે વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં થાળી વગાડી વિરોધ કર્યો હતો અને ગાંધીનગરથી આવેલ ટૂકડીના એક અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. આ પછી આજે રચનાબેન નંદાણિયાએ મ્યુનિ. કમિશનરની મુલાકાત કરી હતી અને શહેરમાં ફેલાતા રોગચાળાને અટકાવવા જરૂરી પગલાં લેવા માંગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial