Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. કડિયાવાડમાં આવેલા મુળવાનાથજીના મંદિરે સવારે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કડિયાવાડથી શરૂ થયેલ આ શોભાયાત્રા બેડીગેઈટ, ટાઉનહોલ, પંચેશ્વર ટાવર થઈને વંડાફળીમાં આવેલા મચ્છુ માતાજીના મંદિરે પહોંચી હતી, જ્યાં શોભાયાત્રાનું સમાપન થયું હતું. મુળવાનાથ મંદિર બેટદ્વારકાના મહંત બાલારામ બાપુ, ચાંદાાધરના મુળાબાપાની જગ્યાના મહંત આંબા ભગત, હરિપરના દેવંગી આશ્રમના મહંત માધવદાસબાપુ, બાલંભડીના મચ્છુબેરાજાના મચ્છુ માતાજીની જગ્યાના મહંત કાના ભગતની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શોભાયાત્રામાં ભરવાડ ગોપાલક સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. શોભાયાત્રા પછી યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભમાં ત્રણ દીકરીઓને સન્માનીત કરવામાં આવી હતી. આ પવાન પ્રસંગે મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial