Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા સાડાચાર વર્ષથી વિકાસનું કામ અટકયું હતું:
ખંભાળીયા તા. ૮: દ્વારકા જિલ્લામાં ભાણવડના હાથલામાં શનિદેવનું જન્મ સ્થાન હોય આ ઐતિહાસિક અને સમગ્ર દેશમાં આ એક જ સ્થળે ન્યાયના દેવતા શનિનું જન્મ સ્થાન હોય આ ઐતિહાસિક મંદિરના વિકાસ માટે કરોડોનું આયોજન થવા છતાં પણ સાડા ચારેક વર્ષથી આ કાર્ય અટકયું હતું જેને જાણે 'ગ્રહ' નડતા હોય અને ગ્રહની નડતર વર્તમાનપત્રોમાં ચમકતા નાબુદ થઈ ગઈ હોય તેમ તંત્ર જાગૃત થયું છે!!
કરોડો રૂપિયાના ખર્ચે શનિદેવની જગ્યા હાથલાના વિકાસ માટે કોન્ટ્રાકટરને કામ અપાયું હતું પણ આ પછી તેણે કામ બંધ કરી દેતા નોટીસો આપીને આ કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ કરાયો છે તથા તેને બ્લેક લીસ્ટ કરવાની કામગીરી કરવાની સાથે હવે પછી આ કામ માટેની ફરીથી ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્થળ એવા આ શનિદેવ મંદિરે શનિદેવની બે પ્રાચીન પ્રતિમા તથા કુંડ, તળાવ, મહાદેવ મંદિર તથા સાડાસાતી અને અઢી વર્ષની બે પનોતીદેવીની પ્રતિમાઓ પણ આવેલી છે. ભારતમાં કયાંય આવું પનોતીદેવીનું મંદિર નવી જે આ જગ્યાએ વિશેષ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial