Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ાણીપુરીનું પાણી અને બટેટાના માવાનો નાશ કરાયો
જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ. દ્વારા ધરારનગર -૨ મા આવેલ કોલેરા પોઝીટીવ કેસ બાબતે એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા ધરારનગર-૨ મા ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી, સરબત, ઘૂઘરા, ઘૂઘરાની ચટણી, શેરડીનો રસ, બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, ફરજીયાત નિયમિત પાણીમા કલોરીનેશન અંગે કુલ ૨૫૦ ટેબ્લેટનું વિતરણ કરી સ્થળ પર ક્લોરીનેશન કરવાની કામગીરી કરવામાં આવી હતી.
અનેક ખાણીપીણીનાં ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં શિવાલય ફરસાણ (ધરારનગર-૨) માં પાણીમાં કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત દાતારી સમોસા, જાહેર આમલેટ સેન્ટર, કે.જી.એન. ટી સેન્ટર, તાજ હોટલ, નિગાહે કરમ આમલેટ શાહીદી હોટલ, અરહાન રેસ્ટોરન્ટ, પા કોઠાવાળા હોટલ ઇન્ડિયા પાણીપૂરીનો સમાવેશ થાય છે.
જામનગર મહાપાલિકાના એફ.એસ.ઓ. દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સ્પેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ કરવા. તેમજ પ્રિન્ટેડ પસ્તીન વાપરવા અંગે સુચના આપવામાં આવી હતી. જેમાં નીલકંઠ પાણીપુરી (નીલકંઠ મહાદેવ મંદિર ) ને ત્યાં થી ૨૦ લીટર પાણી અને ૨ કિલો બટેટાનો માવો નાશ કરાવા આવ્યો હતો. આશાપુરા ફાસ્ટફૂડ માંથી ૧૮ લીટર પાણી , ૧ કિલો બટેટા માવો, વિજયભાઈ વડાપાઉંમાંથી ૨ લીટર સોસનો નાશ કરવામાં આવ્યો હતો. આશાપુરા ડીશ ગોલા (તળાવ ની પાળ), જય અંબે.સોડા માં સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા સૂચના આપવામાં આવી હતી.
આશાપુરા ફાસ્ટફૂડ માંથી ૫૦ લીટર પાણી અને ૨૦ કિલો બટેટા નાં માવો.નો અને નીલેશભાઇ (જે આર ફ્લેવર પાણીપુરી ) માંથી ૨૫ લીટર પાણી , ૨ કિલો બટેટા માવો તેમજ એ-વન પાણીપુરી માંથી ૩૦ લીટર પાણી અને ૧૦ કિલો બટેટા માવો નો નાશ કરવા માં.આવ્યો હતો.
રાજ્ય સરકારની સુચના મુજબ મીડિયા ના અલગ અલગ માધ્યમ થી મળેલ સમગ્ર ગુજરાત મા જીવાંત અંગે ની ફરીયાદ અનુસંધાને રાજ્ય સરકાર તેમજ ભારત સરકારના એપ્લીકેશનમા હોટલ /રેસ્ટોરન્ટ વગેરે જગ્યા એ એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેકશન કરી પેસ્ટ કંટ્રોલ સર્ટીફિકેટ , મેડીકલ સર્ટીફિકેટ વગેરે તત્કાલ કરાવી તમામ હોટલ રેસ્ટોરન્ટ ના ઈન્સ્પેકશન રીપોર્ટ ઓફિસ કોમ્પ્યુટર દ્વારા તાત્કાલીક સદર ડોક્યુમેન્ટ ઓફીસિયલ વેબસાઇડ માં. જઇ અપલોડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.છે. જેમાં વેજ પેલેટ રેસ્ટોરન્ટ (ત્રણબતી) હાઇકોર્ટના હુકમ અન્વયે પેઢીનું નામ ગુજરાતીમાં લખવું તેમજ જે તેલ નો ઉપયોગ કરતાં હોય તે બોર્ડમાં દર્શાવવું તેમજ પીવાના પાણીમાં કલોરીનેશન કરવું, પ્રસાદમ રેસ્ટોરન્ટ (ભૂમિ પ્રેસ સામે) કલ્પના હોટલ (ત્રણ બતી ) રાજભોગ રેસ્ટોરન્ટ (હોટલ કલાતીત ડી.એસ.પી.બંગલો રોડ ), વિષ્ણુ હલવા હાઉસ, જય ભવાની સ્વીટ અને નમકીન ત્રણ બતી મદ્રાસ હોટલ, હોટલ સેલિબ્રેશન, હોટલ સયાજી, જેઠાલાલ રેસ્ટોરન્ટ, આતિથ્ય રેસ્ટોરન્ટ આરામ રીફ્રેશમેન્ટ, લક્ષ્મી હોટલ એન્ડ નાસ્તા ભુવન, ભાગ્યોદય રાજપુતાના લોજ, ઝમઝમ રેસ્ટોરન્ટ, બ્રાહ્મણીયા લોજ, કાફે પેરેડાઈઝ, યમ્મીસ ફૂડ, ન્યુ સુરેશ પરોઠા હાઉસનો સમાવેશ થાય છે.
કૈલાષ ફરસાણ (લીમડા લાઈન) શિવ શક્તિ નાસ્તા ભુવન, જુલેલાલ સ્વીટ માર્ટ, આશનદાસ સ્વીટ માર્ટમાં તેલ વધુ તિપીસી જણાતા ૫ કિલો તેલનો સ્થળ પર નાશ કરેલ છે. ગોર ફરસાણ માટે, ઉમિયા ભજીયા હાઉસ, મયુરી ભજીયા ટાઉન હોલ , માં ટપિસી.નું ચેકીંગ કરાયું હતું. પરેશ ફરસાણ ને અનહાઈઝેનીક બેસન લાડુ/મોતીચૂર લાડુ જણાતા સ્થળ પર ૨૦ કિલો નાશ કરાવેલ છે.
જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા દિગ્વિજય પ્લોટ ૬૨ મા આવેલ સસ્પેક્ટ કોલેરા કેસ બાબતે એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા દિગ્વિજય પ્લોટ ૬૨ મા ખાણીપીણી જેવી કે લુઝ ડ્રીન્કીંગ વોટર, ચા ની લારી, ફાસ્ટફૂડ, ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરા ની ચટણી, શેરડીનો રસ, બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, ફરજીયાત નિયમિત પાણી મા કલોરીનેશન અંગે કુલ ૧૫૦ ટેબ્લેટનું વિતરણ કરી સ્થળ પર ક્લોરીનેશન કરવા ની કામગીરી કરવામાં આવેલ જેમાં જય શ્રી રામ દાલવાડી નેપાણીમાં કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, તેમજ ૩ કિલો ચટણીનો સ્થળ પર નાશ કરાવેલ છે.
મારાજ ઘુઘરવારાને પાણીમાં કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવાની સુચના આપવામાં આવી હતી, આશા બેકર્સ દિયા લુઝ ડ્રીન્કીંગ વોટર, અમદાવાદી પકવાન, સોનાલી ફરસાણ, ન્યુ અમદાવાદી પકવાન રાજુભાઈ પકવાનવારા, કિરીટ હોટલ, રજવાડી ચા, રાજ નાસ્તા હાઉસ, બજરંગ ઘૂઘરા, મુરલીધર ચા, નાગરાજ કુલ પોઈન્ટ હરભોલે ભેલ, ઈમ્પીરીયલ હોટલ અને ચૈેતન્ય ખમણનો સમાવેશ થાય છે.
તદ્ઉપરાંત જામનગર શહેરમાં આવેલ તમામ લુઝ ડ્રીન્કીંગ વોટરનું વેચાણ કરતાં આશામીઓ ને રૂબરૂ ઓફિસે બોલાવી મિટિંગનું આયોજન કરી તમામને પાણીમાં સુપર કલોરીનેશન જાળવવા તેમજ બોરના પાણીનું બેક્ટોરીયલ ટેસ્ટ, જલ ભવન ડીસ્ટ્રીક્ટ લેબોરેટરીમાં તપાસ કરાવવા તાકીદ કરવામાં આવેલ તેમજ ખાલી જાર/બોટલને કલોરીનેટેડ વોટરથી સફાઈ કરવા સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial