Advertisement
Author: નોબત સમાચાર

કેબિનેટમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોની જમીન માપણીના પ્રશ્નો તાકીદે ઉકેલવા તંત્રને કરી તાકીદ

ડીઆઈએલઆર સાથે બેઠક યોજીઃ

જામનગર તા. ૮: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરીમાં જમીન માપણીના પ્રશ્નો સંદર્ભે ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને ખેડૂતોની અરજીઓ, રજૂઆતોનો સંતોષકારક નિકાલ લાવવા તાકીદ કરી હતી.

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા તથા ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં આયોજન હાથ ધરવા તેમણે સૂચનો કર્યા હતાં.

બેઠકમાં પટેલે વિવિધ ગામોની માપણી પછીની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, પડતર અરજીઓનો ત્વરિત અને સંતોષકારક નિકાલ લાવવો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ નાગરિકો દ્વારા મંત્રી મારફત રજૂ કરાયેલ પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવા સૂચના કરી હતી.

તમામ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તેમજ અરજદારોને મુશ્કેલી ન પડે તે હેતુથી કચેરી દ્વારા સરળ વ્યવસ્થાઓ ઊભી કરવા, ગ્રામ્ય કક્ષાએ વિવિધ ટીમો દ્વારા જમીન માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે અગાઉ ખેડૂતોને જાણ કરવી, કચેરીમાં પણ ફાળવવામાં આવેલ સ્ટાફ દ્વારા દફ્તરી અંગેની કામગીરી વેગવંતી બનાવવા અંગે તેમણે લગત અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, ડી.આઈ.એલ.આર. અધિકારી કાનજીભાઈ ગઢિયા, અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh