Advertisement
Author: નોબત સમાચાર

પુષ્કરધામ સોસાયટીમાં બે માસ પહેલા બનાવાયેલ રોડ તૂટી ગયો

જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં ફકત બે માસ પહેલાં જ નવા બનાવાયેલ રોડમાં તિરાડો પડી ગઈ છે. કયાંક તુટી ગયો છે આમ ભ્રષ્ટાચાર રોડની સપાટી ઉપર આવી ગયો છે. શહેરના વોર્ડ નંબર ૧૬ ના પુષ્કરધામ સોસાયટીના મેઈન રોડ પાસે બે માસ પહેલાં જ સીસી રોડ બનાવાયો હતો. આખરે બે માસમાં જ રોડ તુટી ગયો છે. રોડમાં મસમોટા ગાબડા પડ્યા છે. મહત્તમ રોડ તુટી ગયો છે. મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાકટરની મીલી ભગત અને ભ્રષ્ટાચાર સપાટી ઉપર આવ્યા છે. આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે ખાડામાં ડામર ભરી દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રકટર પેઢીને બ્લેક લીસ્ટ કરવી જોઈએ, તેવી માંગણી જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પાર્થ પટેલએ મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત અને માંગણી કરી છે. તેમાં જવાબદાર અધિકારી સામે પણ પગલા લેવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh