Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની લેન્ડ રેકોર્ડ કચેરીમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી ધક્કા ખાય છે અરજદાર

માત્ર રાજકીય ભલામણોવાળી કામગીરી જ થાય છે !

જામનગર તા. ૮: મૂળ જામનગર જિલ્લાના અને હાલ વાપીમાં રહેતા રૂષિત વિરપાર શાહ (દોઢિયા) એ પોતાની જામનગર તાલુકાના ફાચરિયા ગામની ખેતીની જમીન અંગે જામનગરની ડીઆઈએલઆર કચેરીમાં રી-સર્વે, રેકોર્ડ પ્રમોલગેશન માટે અરજી કરી હતી. જે અંગે સાડાત્રણ વર્ષમાં કઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી છે.

અનેક વખત વાપીથી જામનગર સુધી ધક્કા ખાવા છતાં કામ થતું નથી. અધિકારી અને સર્વેયરોની બદલી થતી રહેતી હોવાથી કામ ક્યારે થશે તેનો કોઈ જવાબ આપતું નથી. બે-ત્રણ માસમાં કામ થશે તેવા જવાબ આપવામાં આવે છે, પરંતુ સાડાત્રણ વર્ષથી કામ ટલ્લે ચઢાવાઈ રહ્યું છે.

જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભલામણ કરે તેવા કેસમાં તાત્કાલિક કામ કરી આપવામાં આવે છે. આ કચેરીમાં ક્રમાનુસાર અરજી નિકાલ કાર્યવાહી થતી જ નથી. તેની તપાસ કરાવવાની વિગતો જાણવા મળશે.

જિલ્લામાં આયોજીત મુખ્યમંત્રીના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૩૦ દિવસમાં હકારાત્મક નિર્ણય લઈને કાર્યવાહી કરવા આવે તેવો આદેશ કરવો જોઈએ.

ડીઆઈએલઆર કચેરીમાં અમારી વર્ષ ર૦ર૧ ની અરજી પછીના સમયમાં મળેલી કેટલીક અરજીનો નિકાલ થયો? તેની વિગતો મેળવવાની જરૂર છે. સત્વરે અમારી અરજીનો નિકાલ લાવવામાં આવે તેવી માંગણી દોહરાવવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh