Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા અઢી લાખ દંડપેટે ભરવા આદેશઃ
જામનગર તા. ૮: જામનગરના એક આસામીને રૂ. અઢી લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા તથા ચેક મુજબની રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા અમૃતલાલ લાલજીભાઈ વડગામાએ રૂ. ૨ લાખ ૫૦ હજાર રતિલાલ દામજીભાઈ ટાંક પાસેથી હાથઉછીની મેળવી ચેક આપ્યો હતો અને તે તારીખ પહેલ બાકી રકમ ચૂકવી આપવા કહ્યું હતું.
તે રકમ ન મળતા રતીલાલે બેંકમાં ચેક જમા કરાવ્યો હતો અને અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે તે ચેક પરત ફર્યાે હતો. આથી રતીલાલે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી અમૃતલાલ લાલજીભાઈ વડગામાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે મહિનાની કેદની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, તન્મય જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial