Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ દિવસથી વરાપ નિકળતા ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત

ખંભાળીયા તા. ૮: દેવભૂમિ દ્વારકામાં સતત દિવસો સુધીના વરસાદી વાતાવરણ પછી સતત છ દિવસ વરાપ નીકળતા તથા વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતરોમાં સાંતી હલાવવા તથા નીંદામણ કરવાના કાર્યમાં લાગી ગયા છે તથા દિવસો સુધીના સતત વરસાદ પછી વરાપ લાંબો સમય નીકળતા પાકની સ્થિતિ પણ સારી થઈ છે.

તા. ૯-૭- ની વરસાદની  શકયતા છે. સપ્તાહમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે વરસાદની સિસ્ટમ જે રીતે આગળ વધી રહી છે તે જોતા ૧૭ થી ર૦ જુલાઈ દરમ્યાન વરસાદનો પાંચ-સાત ઈંચનો રાઉન્ડ આવતા જળાશયો ભરાય જાય તેવી સંભાવના છે.

જો કે વરસાદના વિરામ પણ સતત વાદળછાયું ધાબળીયું વાતાવરણ રહેતા લોકોમાં તાવ, શરદી, ઉધરસનું પ્રમાણ વ્યાપક થતાં તથા વાયરલ થતાં હોસ્પિટલોમા દર્દીઓ રોજ ઉભરાવા લાગ્યા છે. વરાપ અને વરસાદ નહીં પણ સૂર્ય આખા દિવસમાં માંડ સાંજે એકાદ વખત થોડો સમય માટે જ દેખા દેતો હોય ધાબળીયું વાતાવરણ રોગ ફેલાવી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh