Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: જામનગરમાં કિસાન ચોક રોડ, સુમરા ચાલી પસો મોહર્રમના ચાંદરાતથી સતત નવ દિવસ સુધી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં જામનગરના મશહુરો માઅરૂક મુકર્રિર ખલીફા-એ-હુઝુર કાઈદે મિલ્લત, હાફિઝો કારી હઝરત મૌલાના ફૈઝુલ હસન રઝવી (મદીના મસ્જિદના પેશ ઈમામ) શોહદાએ કરબલાની શાનમાં ઈમાન અફરોઝ તકરીર ફરમાવશે. આ મહેફીલમાં સામેલ થવા સુન્ની-મુસ્લિમ જમાત સુમરા ચાલી, હુશેની યંગ કમિટીએ અનુરોધ કરેલ છે.
પટણીવાડઃ જામનગરમાં પટણી જમાતખાનામાં મોહર્રમના ચાંદરાતથી સતત નવ દિવસ વાએઝ શરીફનું આયોજન કરેલ છે. જેમાં મુફતિ કાશીફ રઝા અઝહરી અને જુમ્મા મસ્જિદના પેશ ઈમામ સુલેમાન બરકાતી ઈમામે હુશેનની શાનમાં તકરીર ફરમાવશે.
પાંચહાટડી ચોકઃ જામનગરના પાંચહાટડી ચોકમાં મોહર્રમ શરીફ દરમિયાન વાએઝ શરીફના કાર્યક્રમનું સુંદર આયોજન ઈશા નમાઝ પછી રાખેલ છે. જેમાં હાફીઝ હાજી યુસુફ અલી સાહેબ (કસાઈ મસ્જિદના પેશ ઈમામ) ઈમામ હુશેનની શાનમાં તકરીર ફરમાવશે.
નુરી નવી મસ્જિદ - ફરાસાવાડઃ જામનગરમાં નવી નુરી મસ્જિદમાં મોહર્રમ શરીફ દરમિયાન વાએઝ શરીફનો અઝીમુશ્શાન તકરીરનો કાર્યક્રમ ઈશા નમાઝ પછી તરત જ રાખેલ છે. જેમાં ઈશા જમાતનો ટામઈ ૯.ર૦ નો રહેશે. જેમાં હઝરત મૌલાના સુલેમાન બરકાતી અને મૌલાના સરફરાઝ સાહબ રઝવી નુરી તકરીર ફરમાવશે.
રબ્બાની પાર્ક - મોરકંડા રોડઃ જામનગરમાં રબ્બાની પાર્ક, મોરકંડા રોડ પર મોહર્રમ શરીફ દરમિયાન વાએઝ શરીફનો નુરી જલ્સો ઈશા નમાઝ પછી યોજેલ છે. જેમાં ગેલેરીયા મસ્જિદના પેશ ઈમામ મૌલાના અબ્દુલ રસીદ સાહીદી પોતાની લાક્ષણિક અદામાં ઈમામ હુશેનની શાનમાં નુરી તકરીર ફરમાવશે.
સનસિટી-૧ - મોરકંડા રોડઃ જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર સનસિટી-૧ માં, હાજી રતનબાઈ મસ્જિદમાં મોહરર્મ શરીફનો ચાંદ રાતથી ઈશા નમાઝ પછી તકરીરનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે. જેમાં આલીમો કારી સૈયદ યુસુફબાપુ મોતીયુવારા ઈમાન - અફરોઝ તકરીર ફરમાવશે.
અલસફા પાર્ક - મોરકંડા રોડઃ જામનગરમાં અલસફા પાર્ક, મોરકંડા રોડ પર મોહર્રમ શરીફ દરમિયાન સતત નવ દિવસ સુધી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં હાફીઝોકારી ગુલ્ફામ હશન સાહબ (ઈમામ અહેમદ રઝા મસ્જિદ) ના પેશ ઈમામ ઈમામ હુશેનની શાનમં નુરી તકરીર ફરમાવશે, તેમ ગુલઝાર હુશેની કમિટીએ જણાવ્યું છે.
મસીતીયાઃ મસીતીયા ગામે રઝવી વાઈઝ કમિટી અને સમસ્ત સુન્ની-મુસ્લિમ જમાતના નેજા હેઠળ મોહર્રમ શરીફ દરમિયાન વાએઝ શરીફનો પ્રોગ્રામ ઈશા નમાઝ પછી રાખેલ છે. જેમાં જુમ્મા મસ્જિદના પેશ ઈમામ મૌલાના સુલેમાન બરકાતી (જામનગર) શોહદાએ કરબલાની શાનમાં નુરી તકરફર ફરમાવશે.
તુર્કી મસ્જિદઃ જામનગરમાં ટીંબાફળી પાસે અવોલ તુર્કી મસ્જિદમાં માહે મોહર્રમ શરીફ દરમિયાન સતત ૧૦ દિવસ સુધી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં હાફિઝ મહેબુબ રઝા (પેશ ઈમામ કમાગર મસ્જિદ)ના નુરી તકરીર ફરમાવશે.
દાવલશાહ ચોક - દુલદુલ ઘોડાના માતમ પાસેઃ જામનગરમાં દાવલશાહ ચોક, દુલદુલ ઘોડાના માતમ પાસે મોહર્રમ શરીફ દરમિયાન રાત્રે ૧૦.૩૦ થી ૧ર વાગ્યા સુધી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં ધનબાઈ મસ્જિદના પેશ ઈમામ મૌલાના મુસ્તાક આલમ નુરી ઈમામ હુશેનની શાનમાં નુરી તકરીર ફરમાવશે, તેમ હાલાઈ મેમણ હુશેની કમિટીએ જણાવેલ છે.
ઓખાઃ ઓખામાં ભૂંગાના મદ્રાસમાં મોહર્રમ શરીફના ચાંદરાતથી સતત ૧૦ દિવસ સુધી વાએઝ શરીફનો પ્રોગ્રામ રાખેલ છે. જેમાં કારી અયુબ સાહબ રઝવી (ઓખા) શહીદે આઝમની શાનમાં પોતાની આગવી શૈલીમાં નુરી તકરીર ફરમાવશે. આ મહેફીલમાં સામેલ થવા સુન્ની-મુસ્લિમ ભડાલા જમાતે અનુરોધ કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial