Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા મહિલાને ધમકીઃ
જામનગર તા. ૮: જામનગરના ભીમવાસમાં એક મહિલાએ પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા એક શખ્સે માર મારી પોતાના સાગરિત સાથે મળી ધમકી આપી હતી. જ્યારે મિત્રએ કરેલી અરજીનો ખાર રાખી એક યુવાનને સાત શખ્સે લમધારી નાખ્યો હતો. ઉપરાંત જામજોધપુરના જામસખપુર ગામમાં પરપ્રાંતિય દંપતી પર ત્રણ શખ્સે ભેંસને કેમ મારે છે તેમ કહી હુમલો કરી માર માર્યાે હતો.
જામનગરના જૂના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.૧માં રહેતા મીનાબેન દેવજીભાઈ ભોજાણી નામના મહિલા ગઈ તા.૧ની બપોરે પોતાના ઘરે હતા ત્યારે ભીમવાસમાં જ રહેતો નવીન ગિરધર વાઘેલા ત્યાં અન્ય વ્યક્તિ સાથે ગાળાગાળી કરતો હતો. તેને મીનાબેને ગાળો બોલવાની ના પાડતા નવીને ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યો હતો.
ત્યારપછી અનિલ પ્રભુભાઈ વાઘેલા નામનો બીજો શખ્સ ધસી આવ્યો હતો. તેણે પણ જાનથી મારી નાખવાની મીનાબેનને ધમકી આપતા આ મહિલાએ બંને શખ્સ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જામજોધપુર તાલુકાના જામસખપુર ગામમાં ખેતર ધરાવતા રમણીકભાઈ રાજાભાઈ ઓડેદરા ઉર્ફે વિજયભાઈ મેરના ખેતરને વાવવા માટે રાખતા ભુવનસિંગ નામના પરપ્રાંતિય યુવાન શનિવારે પોતાના પત્ની સાથે મોટરસાયકલ પર જામસખપુર ગામ પાસે આવેલી પ્રાથમિક શાળા પાસેથી બાઈકમાં જતા હતા. આ વેળાએ તેઓએ ત્યાં ભેંસ ચરાવી રહેલા જગાભાઈ કરસનભાઈ કોડીયાતરની ભેંસને સાઈડમાં રાખી પોતાનું મોટરસાયકલ કાઢી લીધું હતું. આ વેળાએ જગાભાઈએ અમારી ભેંંસને કેમ મારે છે તેમ કહી ભુવનસિંગ તથા તેની પત્નીને ગાળો ભાંડી હતી. તે પછી જગા કોડીયાતર, તેના ભાઈ હીરા તથા લાલા કોડીયાતરે ભુવનસિંગ પર હુમલો કર્યો હતો અને આ દંપતીને ત્રણેય શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રમણીકભાઈ ઓડેદરાએ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ પાછળ હુસેનીચોક નજીક રહેતા નાઝીર નુરમામદ ઘોઘા ઉર્ફે નાઝલા સંધી નામના યુવાન પર શનિવારે રાત્રે શંકર ટેકરીના કાદરી ચોકમાં હાજી અયુબ ખફી, વકીબ પટ્ટણી તથા બીજા પાંચ અજાણ્યા શખ્સે તલવાર, પાઈપ, છરી, હથોડી વડે હુમલો કરી આડેધડ માર્યો હતો. આ વેળાએ નાઝીર ને બચાવવા માટે વચ્ચે પડેલા તેના માતાને પણ ગાળો ભાંડી ઉપરોક્ત શખ્સોએ ધમકી આપી હતી. સારવારમાં ખસેડાયેલા નાઝીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેના મિત્રએ થોડા દિવસ પહેલા હાજી અયુબ ખફી સામે પોલીસમાં અરજી કરી હતી. તે અરજીનો ખાર રાખી સાતેય શખ્સે હુમલો કરી માર માર્યો હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial