Advertisement
Author: નોબત સમાચાર

એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં સરકારી તથા ખાનગી તબીબો માટે માર્ગદર્શક સેમિનારઃ ૩પ૦ તબીબો સહભાગી

જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજનઃ

જામનગર તા. ૮: ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ ર૦ર૧ અન્વયે જામનગર જિલ્લામાં આવેલી તમામ હોસ્પિટલો, ક્લિનિક, લેબોરેટરી, રેડિયો ડાયોગ્નોસીસ અને તમામ તબીબી પદ્ધતિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધા, યોગા અને નેચરોપેથીનું જામનગર જિલ્લા પંચાયતમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જો આ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવામાં નહીં આવે તો ૧૦,૦૦૦ થી પ લાખ રૂપિયાના દંડ સુધીની જોગવાઈ રહેલી છે.

આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જિલ્લાના તમામ સરકારી અને ખાનગી તબીબો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન શ્રી એમ.પી.શાહ સરકારી કોલેજમાં કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રીકટ સર્વેલન્સ ઓફિસર શ્રી ડો. એસ.આર. રાઠોડ, જામનગર દ્વારા ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ હોસ્પિટલ ફાયર એનઓસી અંગે ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, બાયોમેડિકલ વેસ્ટ અંગે પ્રાદેશિક અધિકારી ગૌરાંગ ભટ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

સેમિનારમાં જિલ્લાની સરકારી તબીબી સંસ્થાઓ જેવી કે ગુરૂ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ, રેલવે હેલ્થ યુનિટ, ઈ.એસ.આઈ.એસ. હોસ્પિટલ, સરકારી ડેન્ટલ હોસ્પિટલ, ફિઝીયોથેરાપી, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાયમરી હેલ્થ સેન્ટર તેમજ અન્ય સંસ્થાઓના વડા સામેલ બન્યા હતાં અને ૩પ૦ તબીબો સહભાગી બન્યા હતાં. આ એકટ અન્વયે જામનગર જિલ્લામાં રજીસ્ટ્રેશનની વધુ માહિતી મેળવવા માટે કર્મચારી હિતેષભાઈ બોરીચા, પીસી એન્ડ પીએનડીટી એકટ યુનિટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગરનો સંપર્ક સાધી શકાશે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નૂપૂર પ્રસાદ, જી.જી.હોસ્પિટલ, જામનગરના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી, એમ.ઓ.એચ. ડો. હરેશ ગોરી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના તમામ વિભાગના વડા અને પ્રેક્ટિશનર એસો.ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ આરોગ્ય શાખાના કર્મચારી હિતેષભાઈ, રમણીકભાઈ, નઝમાબેન અને અન્ય કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ ડિસ્ટ્રીકટ સર્વેલન્સ ઓફિસર જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh